માનપુર( શિ ) પાસે ગાય વચ્ચે આવતા તેલ ભરેલું ટેન્કર પલટ્યું

બનાસકાંઠા
બનાસકાંઠા

માર્ગ અકસ્માતની ઘટનાઓ રાજ્યમાં છાશવારે બની રહી છે. ત્યારે ડીસા રાધનપુર નેશનલ હાઈવે પર એક એક ટેન્કર પલટવાની ઘટના સામે આવે છે. સોયાબીન તેલ ભરેલુ એક ટેન્કર પલટી જતા સ્થાનિકો ડબ્બા લઈને તેલ ભરવા દોડ્યા હતા. મળતી જાણકારી પ્રમાણે ગત રસ્તા પર આવી ચડેલ ગાયને બચાવવા જતા ચાલે મોડી રાત્રે એક ટેન્કર પલટી મારી ગયું હતું. ટેન્કરમાં સોયાબીન તેલ ભરેલ હતું.

કંડલા થી રાજસ્થાન તરફ જઈ રહ્યું હતું. મોડી રાત્રે ઢોર રસ્તામાં આવી જતા આ અક્સ્માત સર્જાયો હતો. સોયાબીન ભરેલ ટેન્કર પલટી મારતા રસ્તા ઉપર તેલ ભરવા લોકો પડાપડી કરતા નજરે પડ્યા. જેને લઈ શિહોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી તેલ ભરનાર લોકોને દૂર ખસેડયા હતા.જો કે સમગ્ર ઘટનામાં ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.