કડીના ધારાસભ્ય કૃષિ મંત્રીને પત્ર લખી કિસાન સંઘે મામલતદારને આવેદનપત્ર આપ્યું

મહેસાણા
મહેસાણા

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ અને માવઠું થતા ખેડૂતોને પારાવાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા કૃષિ મંત્રીને પત્ર લખીને તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને વળતર આપવા માટે માંગણી કરવામાં આવી છે. બીજી તરફ ભારતીય કિસાન સંઘ કડી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી કડી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી.સમગ્ર ગુજરાતમાં 26 અને 27 નવેમ્બરે કમોસમી વરસાદ અને માવઠું થતા ખેડૂતોને વારંવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે ખેડૂતો દ્વારા ખેતરમાં વાવેલા ઊભા પાકને નુકસાન થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે. ત્યારે કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલને પત્ર લખ્યો હતો. કમોસમી વરસાદ પડતા કડી તાલુકો અને જોડાણા તાલુકામાં ઉભા પાકને પાણી ભરાઈ જવાથી એરંડા, કપાસ, ગવાર, બાજરી, તલ, અડદ, મગ, મઠ, જુવાર તેમજ શાકભાજી પાકને નુકસાન છતાં ખેડૂતોને તાત્કાલિક ધોરણે વળતર આપવા માટે માંગણી કરવામાં આવી હતી.

ભારતીય કિસાન સંઘ કડી દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યાં કડી તાલુકાના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ અને માવઠું થતા ખેડૂતોના ખેતરમાં વાવેલો ઊભો પાક પલળી ગયો હતો. જેથી ખેડૂતોને નુકસાની વેઠવી પડી રહી છે તેમજ તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને કડી તાલુકાને અસરગ્રસ્ત જાહેર કરવા રજૂઆત કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.