પાટણનાં બસ સ્ટેન્ડમાં એક જ દિવસમાં ત્રણ મુસાફરોનાં રૂા. 1.80 લાખનાં દોરા-રોકડની ચોરી

પાટણ
પાટણ

પાટણનાં નવા બસ સ્ટેન્ડમાં તરસ્કરોએ તરખાટ મચાવીને એક જ દિવસમાં ત્રણ મુસાફરોનાં સોનાનાં દોરા, પાકિટ અને સોનાની કંઠી મળીને કુલ રૂા.1,80,000ના મુદ્દામાલની ચોરી કરી હતી.આ અંગેની મળતી માહિતી મુજબ સરસ્વતિ તાલુકાનાં થયેલી ગામનાં શોભીબેન રમેશજી ઠાકોર અને રોશનીબેન પાટણનાં ખાનપુર ગામે તેમનાં સંબંધીનાં ઘેર ગયા હતા, ત્યાંથી તેમના સંબંધી રોશનીબેનને તેમની સાસરીમાં કલોલ જવાનું હોવાથી તેઓ ખાનપુરથી ઇકોમાં પાટણનાં નવા બસ સ્ટેન્ડે ઉતરીને બસ સ્ટેન્ડમાંથી સરખેજ જતી બસમાં રોશનીબેન અને તેમનાં દિકરાને બસમાં બેસાડવા માટે શોભીબેન બસમાં ચઢતાં બસમાં ભીડ હોવાથી એક અજાણ્યા શખ્સે તેમની પાછળ આવી તેમનાં ગળામાંથી રૂા. 45000નો સોનાનો 15.110 ગ્રામનો દોરો ઝુંટવીને લઈ ગયો હતો. તેમણે બુમ પાડી હતી. પરંતુ તે શખ્સ ભીડનો લાભ લઈ નાસી છૂટયો હતો. તેની શોધખોળ દરમ્યાન અન્ય એક મહિલા બસ સ્ટેન્ડમાં ઉભી હતી.


રાઇબેન સોમાભાઈ પ્રજાપતિ રે. આસેડા, તા. ડીસાવાળી આ મહિલા શોભીબેનને મળતાં તેમણે પણ કહેલ કે, તેમનાં ગળામાં પહેરેલો રૂા.1,15,000 સોનાની ત્રણ તોલાની કંઠી પણ કોઈ અજાણ્યો શખ્સ ડીસાની બસમાં ચઢતી વખતે ઝુંટવીને નાસી ગયો છે.આ ઉપરાંત પાટણનાં અમૃતભાઈ મલાભાઈ પ્રજાપતિનું રૂ 20.000નું પાકિટ કોઈ શખ્સ સરખેજ વાળી બસમાં ચઢતાં ચોરી કરી ગયો હતો. આમ એક જ સમયમાં એક જ દિવસમાં ત્રણ મુસાફરોનાં દાગીના રોકડ મળી કુલે રૂા. 1,80,000ની ચોરી થતાં ફફડાટ વ્યાપી ગયો હતો. જે અંગે શોભીબેને પાટણ બી-ડીવીઝન પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.