ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર, વધુ એક કરાઈ આગાહી

ગુજરાત
ગુજરાત

ગુજરાતના ખેડૂતો પર ફરી તોળાતો માવઠાનો માર. હવામાન વિભાગના નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ ગુજરાતમાં માવઠું થશે. 1લી ડિસેમ્બરે મધ્ય ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે. 2જી, 3જી, અને 4થી ડિસેમ્બરે છૂટાછવાયા ઝાપટા થશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ તથા મધ્ય ગુજરાતમાં થશે વરસાદ. જોકે 5મી ડિસેમ્બર બાદ વાતાવરણ ફરી સ્વચ્છ બનશે.

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ફરી એકવાર રાજ્યમાં માવઠાની આગાહી કરી છે. રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહીથી ખેડૂતો ચિંતામાં મુકાયા છે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે, 1 થી 5 ડિસેમ્બર ગુજરાતના હવામાનમાં પલટો આવશે. 1 ડિસેમ્બરે મધ્ય-દક્ષિણ ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. આ સાથે તેમણે કહ્યું કે, 2, 3, 4 ડિસેમ્બર છુટાછવાયા વરસાદી ઝાંપટા આવશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.