પાટણ જિલ્લામાં માવઠાએ તાતને રડાવ્યા : ખેતરો જાણે તળાવ બન્યા

પાટણ
પાટણ

પાટણ જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ બે દિવસ પહેલા પડેલા કમોસમી માવઠાએ દસ્તક દીધી અને જાણે ફરી ચોમાશું જામ્યું હોય તે મુજબ રાજ્યના મોટા ભગાના વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. તેમજ રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં તો કરા સાથે માવઠુ પડતા તારાજી સર્જાઇ છે.રાધનપુરમાં 61 મીમી અને સાંતલપુરમાં 57 મીમી વરસાદ પડતા ખેતરો જળમગ્ન બન્યા છે. અને વાવેતર કરેલ તમામ રવિ પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. જેને લીધો ખેડૂતોની હાલત કફોડી બની જવા પામી છે. જેથી ખેડૂત સરકર પાસે હવે સહાયની માંગ કરી રહ્યો છે. રાધનપુર, સાંતલપુર વિસ્તારમાં માવઠા રૂપી આકાશી આફત એવી આવી કે ખેડૂતોની કમર ભાંગી નાખી છે. ભર શિયાળામાં ખેતરોમા એ હદે પાણીથી ભરાઇ જવા પામ્યા છે કે જાણે ચોમાસાના વરસાદના ભર્યા હોય અને પાણીમાં ક્યાંક ખેડૂતોની તમામ મહેનત ગરકાવ થઈ ગઇ હોય તેવા દ્રષ્યો સર્જયા છે.

માવઠા બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો, દર્દીઓની લાઈનો લાગીમાવઠા બાદ રાજકોટમાં રોગચાળો વકર્યો, દર્દીઓની લાઈનો લાગી
આણંદ જિલ્લામાં માવઠાથી ખેતીપાકમાં નુકસાનનો ગ્રામસેવકોએ સર્વે શરૂ કર્યોઆણંદ જિલ્લામાં માવઠાથી ખેતીપાકમાં નુકસાનનો ગ્રામસેવકોએ સર્વે શરૂ કર્યો ખેડૂતો દ્વારા ઘણી આશાઓ સાથે કાળી મહેનત કરી, ખેડ, મોંઘાભાવના બિયારણ લાવી જીરું, ઈસબગુલ, સવા, અજમો, એરંડા સહીત 25 હજાર હેકટરથી વધુ જમીનમા મોટા પ્રમાણમાં રવિ પાકોનું વાવેતર કરી લિધું હતું. અને અચાનક માવઠા રૂપી આફત આવતા તમામ પાકોમાં નુકશાની આવી જવા પામી છે. તેમજ કેટલાક વિસ્તારમાં તો ઈસબગુલ, જીરું, અજમો સહીતના પાકોને તો ફરી વાવેતર કરવું પડશે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.ખેડૂતોનું કહેવું છે કે માવઠાના કારણે ખેતરો પાણીથી ભરાઈ જવા પામ્યા છે. અને હવે 10/15 દિવસે પાણી ઓસરે તેવી સ્થિતિ સર્જાઈ છે. સાથે જીરાના બિરારણનો ભાવ પ્રતિ 20 કિલોએ 18000 થી 20000 હજાર આસપાસના મોંઘુ બિયારણ લાવી વાવેતર કર્યું હતું. જેના કારણે ક્યાંક ઘણા વિસ્તારમાં તો ફરી રવિ પાકોનું વાવેતર પણ કદાચ ન થઈ શકે અને માવઠાના કારણે મોટા પ્રમાણમાં નુકસાન થવા પામ્યું છે. જેથી સરકાર દ્વારા સર્વે કરી સત્વરે ખેડૂતોને સહાય આપવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.