ચીનમાં ફેલાયેલી નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ સતર્ક

ગુજરાત
ગુજરાત

ચીનમાં નવી બીમારીએ માથું ઉંચક્યુ છે. જેથી ત્યાંની હોસ્પિટલ્સ બાળ દર્દીઓથી ઉભરાઈ છે. વર્ષ 2019માં ચીનમાં કોરોનાનો પ્રથમ નોંધાયા બાદ સમગ્ર વિશ્વમાં તેણે હાહાકાર મચાવ્યો હતો. હવે ફરી ચીનમાં ગંભીર બીમારી જોવા મળી છે. જેના લક્ષણો સામાન્ય તાવ અને ન્યુમોનિયા જેવા છે. જેને લઈને સલામતીના ભાગરુપે અમદાવાદ સિવિલ પણ સતર્ક થઈ ગઈ છે. જેમાં 300 બેડ અને 500 વેન્ટીલેટર સ્ટેન્ડબાય રખાયા છે.

ચીનમાં બાળકોમાં ફેલાઈ રહી રહસ્યમયી બીમારીને લઈને કેન્દ્ર સરકાર એક્શનમાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે સાવચેતીના સંદર્ભમાં શ્વાસની બિમારીઓ સામે સજ્જતાના પગલાંની સમીક્ષા કરવાનો નિર્ણય લીધો છે, ત્યારે AMC પણ પાછળ નથી. ચીનમાં ફેલાયેલા નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલ પણ સતર્ક થઈ છે. શિયાળાની ઋતુને ધ્યાનમાં રાખીને શ્વસન સંબંધી બીમારીના કેસોમાં વધારો થાય છે, ત્યારે ભારત સરકાર પરિસ્થિતિ પર નજર રાખી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.