![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/BHUKAMP.PNG-1-1.png)
કેરેબિયન ટાપુઓમાં આવ્યો જોરદાર ભૂકંપ, રિક્ટર સ્કેલ પર નોધાઇ 5.1 તીવ્રતા
- કેરેબિયન ટાપુઓમાં આવ્યો ભૂકંપ
- ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી
- ભૂકંપનું કેન્દ્ર રાજધાની બ્રિજટાઉનથી 50 કિમી દૂર
પૂર્વી કેરેબિયન ટાપુ બાર્બાડોસમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.1 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર રાજધાની બ્રિજટાઉનથી 50 કિમી દૂર હતું. બાર્બાડોસ હવામાન કેન્દ્રએ જણાવ્યું કે, ભૂકંપથી સુનામીનો કોઈ ખતરો નથી. યુનિવર્સિટી ઓફ વેસ્ટ ઈન્ડિઝ સિસ્મિક રિસર્ચ સેન્ટરના જણાવ્યા મુજબ બાર્બાડોસમાં દર વર્ષે ભૂકંપના સરેરાશ 13 આંચકા આવે છે. જેની તીવ્રતા 2.5થી ઓછી છે.
Tags Earthquake india Rakhewal