![](https://www.rakhewaldaily.com/wp-content/uploads/2023/11/Dinesh-395.jpg)
મહેસાણાની લાયન્સ હોસ્પિટલની હોસ્ટેલની કેન્ટીનમાં ગેસની બોટલ બદલતા સમયે આગ
મહેસાણાના જેલ રોડ પર આવેલ લાયન્સ હોસ્પિટલમાં પાછળના ભાગે આવેલ નરસિંગ હોસ્ટેલની કેન્ટીનમાં ગેસ સિલિન્ડર બદલતા સમયે લીકેજ થવાને કારમે સિલિન્ડરમા આગ લાગી હોવાનું સામે આવતા તાત્કાલિક મહેસાણા પાલિકાના ફાયર વિભાગને જાણ કરતા ટિમો દોડી આવી હતી
આગ લાગતા જ વિદ્યાર્થીઓ અને સંચાલકોમાં નાસભાગ મચી જવા પામી હતી.જોકે આગમાં એક ખીરસી ઝપેટમાં આવી જતા બળી ને ખાખ થઈ ગઈ હતી.સમયસર ફાયર ટિમો ઘટના સ્થળે દોડી આવી સિલિન્ડર બહાર કાઢી તેમાં લાગેલ આગ બુજાવ્યા બાદ કેન્ટીનમાં પણ પાણી નો મારો ચલાવી આગ બુજાવી હતી.