પાટણ જિલ્લા માં અતિવૃષ્ટિ ના કારણે નિષ્ફળ ગયેલા પાકોનો સર્વે હાથ ધરી વળતર ચૂકવવા આવેદનપત્ર

પાટણ
પાટણ

રખેવાળ ન્યુઝ પાટણ  : પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લમા ચાલુ સાલે પડેલા ભારે થી અતિભારે વરસાદના કારણે ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવેલ ચોમાસું પાકો સદંતર નિષ્ફળ જતાં જિલ્લા નાં ખેડૂતો ને ખુબ મોટું નુક્સાન થયું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ખેડૂતો નાં પાક નિષ્ફળ નું સવૅ કરાવી ખેડુતો ને નુકસાની નું વળતર ચૂકવવા માં આવે તેવી માંગ સાથે આજરોજ પાટણ જિલ્લા કલેકટર ને યુવા કિસાન સંગઠન પાટણનાં પ્રમુખ મેહુલભાઈ પટેલ સહિતના કાયૅકતૉઓ દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.પાટણ કિસાન સંગઠન પાટણ દ્વારા અપાયેલા આવેદન પત્રમા જણાવ્યું હતું કે ચાલુ સાલે પાટણ શહેર અને જિલ્લામાં થયેલા અતિવૃષ્ટિ ના કારણે ખેડૂતો દ્વારા કરાયેલ વાવેતર તેમજ ઊભો પાક સદંતર નિષ્ફળ જવાથી મોટું નુક્સાન થવા પામ્યું છે ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે સર્વે કરાવી સરકાર મારફતે ત્વરિત સહાય જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હોવાનું સંગઠનનાં પ્રમુખ મેહુલભાઈ પટેલે જણાવ્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.