ડીસા કોવિડ હોસ્પિટલમાં આગ લાગતા દોડધામ મચી

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : કોરોના મહામારી વચ્ચે સમગ્ર રાજ્યમાં કોવિડ હોસ્પિટલોમાં એક પછી એક આગની ઘટનાઓ બની રહી છે. ક્યા કારણોસર કોરોના હોસ્પિટલોમાં આગ લાગી રહી છે ? તે એક ચિંતા સાથે તપાસનો વિષય છે ત્યારે ડીસામાં પણ બુધવારે બપોરનાં સુમારે ભણસાલી કોવિડ હોસ્પિટલમાં અચાનક આગ લાગતા અફરા તફરી મચી હતી અને સ્ટાફમાં પણ દોડધામ મચી જવા પામી હતી. આગને પ્રથમ તો હોસ્પિટલ સ્ટાફ દ્વારા બુઝાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ આગ કાબુમાં ના આવતા વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા હોસ્પિટલના સ્ટાફ દ્વારા ફાયર ફાઇટરને જાણ કરવામાં આવી હતી. જોકે ફાયર ફાઇટર આવી આગને કાબુમાં લે તે પહેલા હોસ્પિટલમાં રાખેલ વેન્ટિલેટર સહિત ઓફિસ ફર્નિચર અને નજીકમાં રાખેલ ફાઈલો પણ બળી જવા પામી હતી. દોડી  આવેલા ફાયર ફાઈટરે પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી આગળ વધતા અટકાવી હતી. જોકે નજીકમા જ કોરોના દર્દીઓનો વોર્ડ હોઈ આગ ત્યાં પહોંચી હોત તો મુશ્કેલી સર્જાઇ હોત પરંતુ ફાયર ફાઇટરની સમય સુચકતાના કારણે આગ ત્યાં સુધી પહોંચી ન હતી અને કાબુમાં આવી ગઈ હતી. આગ કાબુમાં આવતા હોસ્પિટલ માં એડમિટ કોરોના દર્દીઓએ પણ રાહતનો દમ લીધો હતો. આ બાબતે હોસ્પિટલના સૂત્રોએ આગ શોટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન વ્યક્ત કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.