રાજસ્થાનના ચુરુમાં બે વાહનો વચ્ચે સર્જાયો અકસ્માત, પાંચ લોકોનાં કરુણ મોત

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

રાજસ્થાનના ચુરુ જિલ્લાના સરદાર શહેર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુરુવારે મોડી રાત્રે બે વાહનો વચ્ચેની અથડામણમાં 5 લોકોના મોત નીપજ્યા હતા જ્યારે ત્રણ અન્ય ઘાયલ થયા હતા. સરદારશહર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિકાનેર રોડ પર ભાડાસર અને બેજાસર ગામ વચ્ચે કાર અને બોલેરો જીપ વચ્ચે થયેલી અથડામણમાં 3 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા જ્યારે 2 લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા.તેણે કહ્યું કે બંને વાહનોમાં 8 લોકો હતા. ત્રણ ઈજાગ્રસ્તો પૈકી એકને પ્રાથમિક સારવાર બાદ ઘરે મોકલી દેવામાં આવ્યો હતો જ્યારે બે ઈજાગ્રસ્તોની સારવાર ચાલી રહી છે.

  • રાજસ્થાનમાં  ૨ વાહનો વચ્ચે અથડામણ 
  • પાંચ લોકોના થયા મોત 

પોલીસની તપાસમાં મૃતકોની ઓળખ મદનલાલ (ઉ.વ.60), નોપારામ (ઉ.વ.70), મુરલીધર (ઉ.વ.61), ભોમસિંહ (ઉ.વ.26) અને કાર ડ્રાઈવર વસીમ અખ્તર (ઉ.વ.32) તરીકે થઈ છે. વધુમાં જાણવા મળી રહ્યું છે કે, શુક્રવારે પોસ્ટમોર્ટમ બાદ મૃતકોના મૃતદેહ સંબંધીઓને સોંપવામાં આવ્યા હતા. પોલીસે સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.