સુરત: પોલીસની લાલ આંખ, સ્પાની આડમાં ચાલતા દેહવેપારનો થયો પર્દાફાશ

ગુજરાત
ગુજરાત

રાજ્યમાં અનેક જગ્યાઓ પર સ્પાની આડમાં દેહ વેપાર ચાલતા હોય છે. ત્યારે આ અંગે પોલીસ દ્વારા પર લાલ આંખ કરી કાર્યવાહી કરતી હોય છે. ત્યારે આજે વધુ એક સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ થયો છે.  સુરતની ઉમરા પોલીસે સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો પર્દાફાશ કર્યો છે અને એક શખ્સની ધરપકડ કરી છે. ઉમરા પોલીસે બાતમીના આધારે ડુમસ રોડ પરના SNS એનર્જી બિલ્ડીંગમાં રેડ પર્લ સ્પામાં દરોડા પાડ્યા હતા.

  • પોલીસની લાલ આંખ
  • સ્પાની આડમાં ચાલતા દેહ વેપારનો થયો પર્દાફાશ 

દરોડા દરમિયાન મસાજ કરાવાના બહાને દેહ વેપાર થતો હોવાનું સામે આવ્યું હતું. ઉમરા પોલીસે થાઈલેન્ડની મહિલાઓને દેહ વેપારમાંથી મુક્ત કરાવી હતી. પોલીસે ગેરકાયદે પ્રવૃત્તિ કરનાર પ્રમોદ યાદવની ધરપકડ કરી છે. જ્યારે સ્પા સંચાલક કમલેશ ચૌધરીને વોન્ટેડ જાહેર કરાયો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.