થરાદમાં ટ્રક-બાઇક વચ્ચે અકસ્માત, બાઇકચાલકનું ઘટનાસ્થળે જ મોત

ગુજરાત
ગુજરાત

કોરોના મહામારી વચ્ચે થરાદ-વાવ માર્ગ ઉપર અકસ્માતની ઘટનામાં બાઇકચાલકનું ઘટના સ્થળે જ મોત થયું છે. આજે સવારના સમયે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં બાઇકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત થતાં ખળભળાટ મચી ગયો છે. ઘટનાને લઇ વાહનચાલકો સહિત આસપાસના લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે.

બનાસકાંઠા જીલ્લાના થરાદ-વાવ હાઇવે પર માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે. આજે સવારે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત થયુ છે. આ તરફ અકસ્માતને કારણે ટ્રાફીકજામના પણ દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાને લઇ પોલીસે મૃતકની લાશને પોસ્ટમોર્ટમ અંગે મોકલી આપી વધુ તપાસ હાથ ધરી છે. આ તફર ઘટનાની જાણ થતાં મૃતકના પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.