વાપીમાં ચાલતાં ચાલતાં આધેડ ટ્રેક પર પટકાયો અને ટ્રેન ધસી આવી

ગુજરાત
ગુજરાત

વલસાડના વાપી રેલવે સ્ટેશન પર એક આધેડ ચાલતાં ચાલતાં રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન તેઓ અચાનક ટ્રેક પર પટકાયા હતા, તે વખતે જ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન ધસી આવી હતી. આ ઘટનાને પગલે અન્ય યાત્રીઓએ બૂમાબૂમ કરી મૂકી હતી, ત્યારે એક GRP જવાને દોટ લગાવી તાત્કાલિક આધેડની મદદ માટે પહોંચી ગયો હતો અને ટ્રેક પરથી આધેડને ખેંચી લઈ જીવ બચાવ્યો હતો. પોતાના જીવની પરવા કર્યા વગર જવાને આધેડનો જીવ બચાવતા લોકોએ પણ જવાનની બહાદુરીનાં વખાણ કર્યાં હતાં. તેમજ આ સમગ્ર ઘટના CCTVમાં પણ કેદ થઈ હતી.વાપી રેલવે સ્ટેશન ઉપર GRPની ટીમ યાત્રીઓની સુરક્ષા માટે પેટ્રોલિંગ કરી રહી હતી. જે દરમિયાન બુધવારે સાંજે સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેનના આવવાના સમયે પ્લેટફોર્મ નંબર 2નો રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા એક આધેડ ટ્રેક ઉપર પટકાયો હતો. બરાબર આ દરમિયાન સુરત -બાંદ્રા ટર્મિનસ ઇન્ટરસિટી ટ્રેન પણ આવી રહી હતી. જેવી રીતે ફિલ્મોમાં સીન જોવા મળે છે તેવી રીતે જ ઘટના બની હતી.

એક બાજુ, આધેડ પ્લેટફોર્મ પર નીચે પડેલા હતા અને બીજી બાજુ સામેથી સુરત-બાંદ્રા ટર્મિનસ ઈન્ટરસિટી ટ્રેન આવી રહી હતી. જેથી અન્ય યાત્રીઓએ આ આધેડને બચાવવા માટે બૂમાબૂમ કરી મૂકી હતી. આ દરમિયાન GRP જવાન હીરાભાઈ મેરુભાઈનું ધ્યાન જતાં જ તેઓ દોડ લગાવીને આધેડની મદદ કરવા માટે આવી પહોંચે છે. રેલવે ટ્રેક ઉપર પટકાયેલા આધેડને જોઈને પોતાના જીવને જોખમમાં મૂકીને આધેડને રેલવે ટ્રેક ઉપરથી ખેંચીને સુરક્ષિત સ્થળે ખસેડે છે.GRP જવાનની બહાદુરી વાપી રેલવે સ્ટેશને લાગેલા CCTVમાં કેદ થઈ હતી. આધેડનો જીવ બચાવતા વાપી રેલવે સ્ટેશને ઊભેલા રેલવે યાત્રીઓએ GRP જવાન હીરાભાઈ મેરુભાઈને તેમની કામગીરી બદલ અભિનંદન પાઠવ્યાં હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.