ભુખ

રસમાધુરી
રસમાધુરી

આખું શહેર શોકમાં ડુબેલું હતું. શહેરના લોકપ્રિય સમાજ સુધારક ઉદ્યોગપતિ શેઠ જગમોહનદાસનું અવસાન થઈ ગયું હતું. શેઠના બંગલાના વિશાળ પ્રાંગણમાં માનવ મહેરામણ ઉમટી પડયું હતું. રસ્તાની બંને બાજુએ અને સામેના ખુલ્લા મેદાનમાં વાહનો પાર્ક કરીને લોકો આવી રહ્યા હતા.
ઘરની બહાર સૌ પોતાના પ્રિય સમાજસેવીને શ્રદ્ધાંજલી આપવા આવ્યા હતા. રાજયના મુખ્યમંત્રી પણ પોતાના મંત્રીમંડળ સહીત આવ્યા હતા.
મોટા બંગલાની બહાર ભીડ જાેઈને એક ભીખારી પોતાની આંધળી માંનો હાથ પકડીને લઈને આવી ગયો હતો. તેને એમ લાગેલું કે, મિજબાની હશે તેથી તે સમુહમાં ઉભેલા વ્યક્તિઓની સામે હાથ ફેલાવી માંગવા લાગ્યો.
બાપા બે દિવસથી કંઈ ખાધું નથી મા આંધળી છે, કોઈ કામ પણ મળતું નથી. મારા પર થોડી દયા કરો.ભીખારીનો અવાજ સાંભળી નજીકમાં જ ગૃહમંત્રી ઉભા હતા તેમણે તેને બોલાવ્યો અને કહ્યું, તને દેખાતું નથી અહીં શહેરના મોટા શેઠનું નિધન થયું છે અને તું ભીખ માંગે છે.. શરમ નથી આવતી.. ચાલ ભાગ અહીંથી..
ભીખારીએ ઉદાસ થતાં કહ્યું, સાહેબ મને ખબર નહોતી શેઠજી ભગવાન પાસે જતા રહ્યા છે. તેમને આંગણેથી અત્યાર સુધી કોઈને ખાલી હાથ જવું પડયું નથી. તે ખુબ દયાળુ અને માયાળુ હતા. ગરીબ, લાચાર કે જરૂરતમંદને તે પાસે બોલાવતા અને તેની વ્યથા સાંભળતા. દરેકને જરૂરીયાત મુજબ મદદ કરતા પણ આજે મને આશ્ચર્ય લાગ્યું. આટલી બધી ગાડીઓ અને વાહનો એકસામટાં કેમ આવી ગયાં હશે ? મારી આંધળી માં તો આવવા તૈયાર જ ન હતી પણ મેં કહ્યું, માં આટલા બધાને જાે કંઈને કંઈ મળતું હશે તો આપણે પણ એ ખાલી હાથે પાછા ફરવું નહીં.
બેટા, મને અહીંથી દુર લઈ જા.. આજે અહીંનું વાતાવરણ કંઈ બરાબર લાગતું નથી.. આપણે રહ્યા નાના ભિખારી, મોટાંની વચ્ચે ન આવવું તે સાંભળ્યું નહીં. શેઠજી તો હવે રહ્યા નથી તો પછી આપણું અહીં શું કામ ? ચાલ મને મંદિરની સામે લઈ જઈ બેસાડી દે. શ્રાવણ મહીનો છે ભાવિક ભકતોની ભીડ જામી હશે. તેમાં કોઈકને તો જરૂર આપણા પર દયા આવશે.
મા મને તો આ દુનિયાની રીત સમજાતી નથી. મહાદેવની માથે અભિષેક કરે છે તેના અર્ધા ભાગનું દુધ ભુખ્યા ગરીબ બાળકોને પીવડાવાય તો શિવજી કેટલા પ્રસન્ન થાય ? અને બીલીના ઝાડને ઠુંઠા બુંઠા કરી નાખે છે તેના કરતાં બીલીનો છોડ વાવી તેનું જતન કરીએ તો બારેમાસ ભગવાન રાજી રહે કે નહીં.અરે, સીકયોરીટી શું ઉભા ઉભા જાેઈ રહ્યા છો, આ ભિખારીઓને બહાર કાઢો.મોબાઈલ પર મશગુલ મંત્રીશ્રીનું અચાનક ધ્યાન જતા તેમણે સીકયોરીટીને કહ્યું,
સાહેબનો હુકમ સાંભળી બે સીકયોરીટીના માણસો દોડી આવ્યા. આંધળી ભીખારણ અને તેની છોકરાંને પકડી બહાર કાઢવા લાગ્યા ત્યારે પેલા ભીખારીએ કહ્યું, સાહેબ ભુલ થઈ ગઈ. માફ કરજાે.. હું તો ભીડને જાેઈને આવી ગયો હતો. મને એમ કે કોઈ જમણવાર હશે. સાહેબ શેઠજી પણ ભુખ્યા તો ગયા નહીં જ હોય ને ! કેમ કે ભુખ તો દરેકને લાગે છે.
આટલું કહી ભીખારી સીકયોરીટી વાળાને હાથ છોડાવી તેની માંને લઈ ચાલતો થયો.મંત્રી મહોદય ભિખારીને જતો જાેઈ રહ્યો


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.