વાવમાં એક સાથે ૧૮ રત્ન કલાકારોને કોરોના પોઝીટીવ આવતા દોડધામ

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વાવ : વાવ ખાતે જુની પંચાયત ઘર વિસ્તાર રોડ ઉપર આવેલ માધવ કોમ્પલેક્ષમાં બીજા માળે હીરાનું કારખાનું આવેલું છે. જેમાં અંદાજે ર૦૦ થી વધુ રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. ત્યારે બે દિવસ અગાઉ એક રત્ન કલાકારને કોરોના પોઝીટીવ આવતાં સંક્રમણમાં આવેલા રત્ન કલાકારોનો કોરોના ટેસ્ટ કરતાં એકી સાથે ૧૮ કેસો પોઝીટીવ આવતાં જવાબદાર તંત્રમાં ભારે દોડધામ મચી જવા પામી છે. જે બાબતે અમારા વાવ ખાતેના પત્રકારે વાવ તાલુકા હેલ્થ બ્લોક હેલ્થ ઓફિસર ગૌસ્વામીનો સંપર્ક કરી વિગતો મેળવતા બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે વાવના માધવ કોમ્પલેક્ષમાં વાવ તાલુકાના ગ્રામીણ વિસ્તાર અંદાજે ર૦૦ થી વધુ રત્ન કલાકારો હીરા ઘસવાનું કામ કરી રહ્યા છે. જેમાં સૌ પ્રથમ એક કેસ પોઝીટીવ આવતાં સંક્રમણમાં આવેલા રત્ન કલાકારોના ટેસ્ટ કરવામાં આવતાં એકી સાથે ૧૮ કેસો પોઝીટીવ બહાર આવ્યા છે. જાે કે ૧૮ કેસોમાં તમામે તમામ પોઝીટીવ કેસો વાવ તાલુકાના ગ્રામીણ શહેર વિસ્તારનાં હોવાનું બહાર આવ્યું છે.
આ બાબતે બ્લોક હેલ્થ ઓફિસરે જણાવ્યું હતું કે તમામે તમામ ૧૮ કેસોના દર્દીઓને હોમ કોરેન્ટાઈન કરી સારવાર અપાશે તેમજ માધવ કોમ્પલેક્ષ અને આજુબાજુના વિસ્તારને કન્ટેનમેન્ટ જાહેર કરી “સેનેટાઈઝ” કરવામાં આવશે. તકેદારીના ભાગરૂપે આરોગ્ય વિભાગ દ્વારા ચુસ્ત બંદોબસ્ત કરાશે. આ બાબતે વાવ મામલતદારને પણ લેખિતમાં બ્લોક હેલ્થ ઓફિસરે રજૂઆત કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે એકી સાથે કોરોનાના ૧૮ કેસો પોઝીટીવ આવતાં વાવમાં પણ દોડધામ મચી જવા પામી છે. ત્યારે આરોગ્ય તંત્ર-પોલીસ તંત્ર-જવાબદાર તંત્ર આ બાબતે વધુ સક્રીય બને તેજ જનહીતમાં છે. વધુમાં આ વિસ્તારને કન્ટેન્મેન્ટ વિસ્તાર જાહેર કરી અને સેનેટાઈઝ કરવો જરૂરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.