કડીના નવાપુરાના નાકે ભંગારના ગોડાઉનમાં ભયંકર આગ લાગી

મહેસાણા
મહેસાણા

કડી શહેરના નવાપુરાના નાકે એક ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગતા અફરાતફરી મચી જવા પામી હતી. જોત જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા સ્થાનિકોએ ગોડાઉનના માલિકને જાણ કરી હતી. પાલિકાના ફાયર ફાઈટરોને જાણ કરાતા ત્રણ ફાયર ફાઈટર ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.કડી શહેરના શાકમાર્કેટ રોડ ઉપર આવેલા નવાપુરાના ભાગે ભંગારના ગોડાઉનમાં અચાનક જ આગ લાગવાની ઘટના સામે આવી હતી. શનિવારે મોડી રાત્રિના સમયે અચાનક જ ગોડાઉનમાં આગ લાગવાની ઘટના સામે આવતા ભાગદોડ મચી જવા પામી હતી. ગોડાઉનમાં કાગળના પૂંઠા અને બોક્સ ભરેલા હોવાથી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી. અગમ્ય કારણોસર આગ લાગવાની ઘટના બનવા પામી હતી.


ગીચ વિસ્તારમાં નવાપુરાના નાકે અચાનક જ આગ લાગતા રોડને બંધ કરવાની ફરજ પડી હતી. ઘટનાની જાણ ગોડાઉનના માલિકને કરાતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. જ્યાં અચાનક જ આગ લાગતા સ્થાનિક લોકોએ પાલિકાના ફાયર ફાઈટરને જાણ કરાતા કડી પાલિકાના ત્રણ ફાઇટરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને કલાકોની જહેમત બાદ આગને મહામુસીબતે કાબૂમાં લીધી હતી. આગ લાગવાની ઘટનામાં સદનસીબે મોટી જાનહાનિ ટળી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.