વિધાનસભા સત્રમાં હાજર રહેવું હશે તો તમામ ધારાસભ્યોએ કોરોનાનો રેપિડ ટેસ્ટ ફરજિયાત કરાવવો પડશે

ગુજરાત
ગુજરાત

સિનિયર ધારાસભ્યોને ગૃહમાં, જ્યારે જુનિયર ધારાસભ્યોને વિવિધ 4 ગેલેરીમાં કોરોનાની વૈશ્વિક મહામારી વચ્ચે ગુજરાત વિધાનસભા સત્રની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં રાજ્ય સરકારના મંત્રીઓ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ અને અન્ય રાજકીય પક્ષના સિનિયર ધારાસભ્યો માટે વિધાનસભા ગૃહમાં સોશિયલ ડિસ્ટન્સ સાથે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અન્ય જુનિયર ધારાસભ્યો માટે અલગ-અલગ 4 ગેલેરીમાં બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાનું ચોમાસુ સત્ર આગામી 21મી સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યું છે, ત્યારે આ સત્ર દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ, ચુસ્ત પાલન કરાવવામાં આવશે. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્રપ્રસાદ ત્રિવેદીએ ટૂંકા સત્રમાં સોશિયલ ડિસ્ટન્સ ઉપરાંત કોવિડ-19નો રેપિડ એન્ટિજન ટેસ્ટ ફરજિયાત કરવાના આદેશ કર્યા છે અને મંત્રીઓ, ધારાસભ્યા માટે અલગ બેઠક વ્યવસ્થા સાથે કેટલાક કડક નિયમો પણ બનાવ્યા છે .


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.