રાજ્ય સરકારે હિંમતનગર વાસીઓને દિવાળી ભેટ આપી

સાબરકાંઠા
સાબરકાંઠા

હિંમતનગરના ધારાસભ્યની રજૂઆત અને યથાર્થ પ્રયત્નોને લઈને હિંમતનગર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરીટી એટલે હુડાને રાજ્યના મુખ્ય પ્રધાને લાગુ કરવાનો નિર્ણય લીધો છે. દિવાળી પર હિંમતનગરને ભેટ આપી છે. અગામી દિવસોમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં અદ્યતન સગવડો માટેની તક ઉજળી બની છે. તો હિંમતનગરનો શહેરી વિસ્તારમાં વધારો થશે. સગવડોમાં વધારો થશે.આ અંગેની વિગત એવી છે કે 10 વર્ષ બાદ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે દિવાળીએ હિંમતનગર વાસીઓને હુડાની ભેટ આપી છે. હિંમતનગર શહેરના આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હુડા લાગવાને લઈને સગવડનો વધારો થશે. હુડા લાગવાને લઈને હિંમતનગર શહેર ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વિકાસ માટેનું સપનુ સાકાર થશે. હિંમતનગરની કાયાપલટ સાથે આજુબાજુના વિસ્તારોમાં આગામી દિવસોમાં રોડ, રસ્તા, બાગ બગીચા, આરોગ્ય, મોલ, શિક્ષણ, શોપિંગ સેન્ટર સહિતની આધુનિક સગવડો મળશે. શહેરમાંથી આવવા અને બહાર નીકળવા માટે ચારે તરફ પહોળા સગવડ ભર્યા મોડલ રોડ મળશે. 2012ના બાદ વિકાસની જોવાઈ રહેલી રાહ દિવાળીની ભેટથી પ્રારંભ થયો છે.


આ અંગે હિંમતનગર ધારાસભ્ય વી.ડી.ઝાલાએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હુડા માટેની રજૂઆત રાજ્ય સરકારમાં કરવામાં આવી હતી. જે સદર્ભમાં હુડા લાગુ કરવાનો નિર્ણય લેવાઈ ગયો છે. મને મુખ્યમંત્રી તરફથી સંદેશો મળ્યો છે. એટેલે મારા માટે દિવાળીએ ખુશીના સમાચાર છે અને આ દિવાળીએ મુખ્યમંત્રીએ આપેલા ખુશીના સમાચાર હિંમતનગરવાસીઓ જણાવતા મને બહુ આનંદ થાય છે. હવે વિકાસની ઝડપ વધશે. આ વિકાસની દિશામાં પાચ વર્ષમાં સંકલન રાખીને કામગીરી કરીશું.આ અંગે હિંમતનગર નગર પાલિકના ચીફ ઓફિસર અલ્પેશ પટેલે ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે, હુડાને લઈને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં સગવડમાં વધારો થશે. જેને લઈને અગામી દિવસમાં કાર્યવાહીની શરૂઆત પણ થશે. ત્યારે વિકાસની બ્લ્યુ પ્રિન્ટ પર કામગીરી વિકાસમાં હરણફાળ ભરશે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.