ગૂગલ કરોડોGmail એકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરી નાખશે

Business
Business

નવી દિલ્હી, ગૂગલ અત્યારે વિશ્વની ટોચની ટેક્નોલોજી કંપનીઓમાં સ્થાન ધરાવે છે અને તેણે આવતા મહિને કરોડોGmailએકાઉન્ટને કાયમ માટે ડિલિટ કરવાનો નિર્ણય લીધો છે. ગૂગલના જે જીમેઈલ એકાઉન્ટ છેલ્લા બે વર્ષથી ઓપરેટ નહીં થયા હોય તેને બંધ કરી દેવામાં આવશે અને ફરીથી એક્સેસ નહીં થઈ શકે. ય્ર્ર્ખ્તઙ્મી એ તેની નવી પોલિસીમાં નક્કી કર્યું છે જે લોકોGmail એકાઉન્ટનો છેલ્લા બે વર્ષથી ઉપયોગ નથી કરતા તેના એકાઉન્ટ ડિલિટ કરી દેવા. આમ કરવાથી ગૂગલની કામગીરી વધારે સ્મૂધ બનશે. તેથી તમે પણ તમારાGmail એકાઉન્ટનો રેગ્યુલર ઉપયોગ નથી કરતા અથવા છેલ્લા બે વર્ષમાં ઉપયોગ કર્યો નહીં હોય તો તમારું એકાઉન્ટ પણ ડિલિટ થઈ જવાની શકયતા છે. ગુગલે તેના એકાઉન્ટ હોલ્ડરોને માત્ર એક મહિનાનો સમય આપ્યો છે.

તેથી તમારે એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો અત્યારે જ એક વખત લોગ ઈન કરી નાખો. ગૂગલના પ્રોડક્ટ મેનેજમેન્ટના વાઈસ પ્રેસિડન્ટ રુથ ક્રિચેલીએ એક બ્લોગમાં લખ્યું હતું કે તેઓ જીમેઈલને લગતું રિસ્ક ઘટાડવા માટે કામ કરી રહ્યા છે. ગૂગલે નક્કી કર્યું છે કે જે એકાઉન્ટ બે વર્ષથી બંધ હોય અને તેમાં લોગ ઈન કરવામાં આવતું ન હોય તેને ઈનએક્ટિવ કરી નાખવા. આવા એકાઉન્ટ ડિલિટ કરવામાં આવશે અને તેની અંદર રહેલું કન્ટેન્ટ પણ જતું રહેશે જેમાં જીમેઈલ, ડોક્સ, ડ્રાઈવ, મીટ અને કેલેન્ડરનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તમારા તમામ ગૂગલ ફોટો પણ ડિલિટ થઈ જવાના છે. ગૂગલ આવું એટલા માટે કરે છે કારણ કે આવા એકાઉન્ટમાં જૂના અથવા રિયુઝ઼્ડ પાસવર્ડનો ઉપયોગ થતો હોય છે અને તેમાં ચેડા થયા હોવાની શકયતા છે.

તેના કારણે આવા પાસવર્ડમાં ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન પણ નથી હોતું. યુઝર દ્વારા બહુ ઓછા સિકયોરિટી ચેક કરવામાં આવ્યા હોય છે. આ પોલિસી માત્ર પર્સનલ ગૂગલ એકાઉન્ટને જ લાગુ પડે છે જે છેલ્લા બે વર્ષથી લોગ ઈન નથી થયા. તેથી કોઈ સંસ્થાઓ કે સ્કૂલોના ગૂગલ એકાઉન્ટને તેની કોઈ અસર નહીં થાય. ગૂગલ બ્લોગ પોસ્ટ પ્રમાણે તમારે તમારું એકાઉન્ટ ચાલુ રાખવું હોય તો બે વર્ષની અંદર ઓછામાં ઓછા એક વખત તેને ઓપન કરો અને કંઈક એક્ટિવિટી કરો. આમ કરશો તો તમારું એકાઉન્ટ સક્રિય ગણાશે અને તેને ડિલિટ કરવામાં નહીં આવે. તમે કોઈ ઈમેલ મોકલો અથવા તેને ઓપન કરો, યુટયૂબ પર વીડિયો જુઓ, ગૂગલ ડ્રાઈવનો ઉપયોગ કરો અથવા ગૂગલ પ્લે સ્ટોર પરથી કંઈક ડાઉનલોડ કરશો તો પણ તમારું જીમેઈલ એકાઉન્ટ એક્ટિવ છે તેમ ગણવામાં આવશે અને તેને ડિલિટ કરવામાં નહીં આવે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.