વિસનગરની બજારોમાં દિવાળી પૂર્વે ફટાકડાની અવનવી વેરાયટીઓએ આકર્ષણ જમાવ્યું

મહેસાણા
મહેસાણા

દિવાળીના પર્વ દરમિયાન આતશબાજીનું અનેરું મહત્વ રહેલું છે. ત્યારે પર્વ નજીક આવતા જ ફટાકડાનું વેચાણ શરૂ થઈ જાય છે. ત્યારે દિવાળીના પૂર્વ દિવસે અવનવી વેરાયટીના ફટાકડા ખરીદવા માટે બજારમાં ભીડ જોવા મળી હતી. જેમાં ગત વર્ષ કરતાં આ વર્ષે ફટાકડાઓમાં નવી નવી વેરાયટીઓ જોવા મળી છે. ચાલુ વર્ષે તારામંડળ સહિત બાળકો માટે કાર્ટુન ફટાકડાઓએ આકર્ષણ જમાવ્યું છે. જ્યારે પર્વ નજીક આવતા ફટાકડા ખરીદવા ફટાકડાની હાટડીઓ પર ભીડ જામી છે.


દિવાળી પર્વ નજીક આવતા જ વિસનગરમાં ફટાકડાઓની હાટડીઓ શરૂ થઈ ગઈ હતી. જેમાં દિવાળીના દિવસે દિવા પ્રગટાવી પ્રકાશ ફેલાવવામાં આવે છે. તેમ ફટાકડા ફોડી આતશબાજી કરી ઉજવણી કરવામાં આવે છે. ત્યારે સૌ કોઈ નાના બાળકો થી લઈને મોટા સુધી ફટાકડા ફોડે છે. જેમાં દિવાળી પર્વ દરમિયાન તારામંડળ, કોઠી, ચકરડી, નાના ફટાકડા સહિત ની આઇટમો ખરીદી કરી આતશબાજીની મજા માણતા હોય છે. જેમાં આ વર્ષે દિવાળીના પૂર્વે દિવસે ફટાકડા ખરીદવા માટે ભારે ભીડ જોવા મળી હતી. જેમાં યુવાનોએ અવનવી વેરાયટી જોઈ આકર્ષણ જમાવ્યું હતું.દિવાળી પૂર્વે બજારમાં ખરીદી કરવા માટે ભીડ જામતા ફટાકડાની હાટડીઓ પર પણ ભીડ જોવા મળી હતી. જેમાં ગત વર્ષે કરતા આ વર્ષે ફટાકડાનું વેચાણ સારું થયું હોવાનું અમુક વેપારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું. જ્યારે અમુક વેપારીઓ દ્વારા અલગ પ્રકારના જ સ્ટોલ બનાવી ફટાકડાનું વેચાણ કર્યું હતું. જેમાં ફાયર સેફ્ટી સાથે સ્ટોલ બનાવવી અવનવી વેરાયટીઓ સાથે ફટાકડાનું વેચાણ કર્યું હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.