મહેસાણા જિલ્લામાં આરોગ્ય વિભાગની 15 ટીમોની તપાસ દરમિયાન 831 સ્થળો પર પોરા મળી આવ્યા

મહેસાણા
મહેસાણા

મહેસાણા જિલ્લામાં ચોમાસા દરમિયાન પડેલા વરસાદ બાદ મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.ત્યારે ઓક્ટોબર મહિના દરમિયાન આરોગ્ય વિભાગની 15 જેટલી વેકટર ટિમો મારફતે પોરાનાશક કામગીરી હાથ ધરાઈ હતી.જેમાં જિલ્લાના 600 થી વધુ ગામોમાં તપાસ દરમિયાન એક માસમાં 831 જગ્યાએ પાણીમાં મચ્છરોના પોરા મળ્યા હતાં. આ તમામ જગ્યાઓ પર આરોગ્યની ટીમોએ ટેમીફોસ તેમજ ડાયફલૂબેજોઈન દવા નાખી મચ્છરના પોરાનો નાશ કરવામાં આવ્યો હતો.જિલ્લાના મચ્છર કરડવાથી એક મહિના દરમિયાન ડેન્ગ્યુના 52 પોઝિટિવ દર્દી પણ સામે આવ્યા હતા. મહેસાણા જિલ્લામાં ચોમાસાની સિઝન દરમિયાન પડેલા વરસાદ બાદ મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા મેલેરીયા ડેન્ગ્યુ અને ચિકનગુનિયાનો રોગચાળો માથું ઊંચકે તે પહેલા 15 જેટલી વેક્ટર કંટ્રોલ ટિમો દ્વારા ઓક્ટોબર મહિનામાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી.

જિલ્લામાં 149044 જેટલી સરકારી અને ખાનગી વિવિધ મિલકતો પર જ્યાં પાણી ભરાતું હોય તેવી જગ્યા પર તપાસ કરવામાં આવી હતી.તપાસ દરમિયાન 387058 પાત્રો તપાસવામાં આવ્યા હતા.જે પૈકી 831 જગ્યા પર પાણીમાં પોરા મળ્યા હતા.આ દૂષિત પાણીથી રોગચારો ન ફેલાય તે માટે તેમાં ટેમીફોસ તેમજ ડાયફલૂબેજોઈન દવા નાખવામાં આવી હતી.તો મચ્છર ના બીડીગ મળ્યા હોય તેવા 5804 ઘરોમાં ફોગીગ ની કામગીરી કરી જંતુનાશક દવાનો છટકાવ કરવામાં આવ્યો હતો.જિલ્લામાં એક મહિનામાં ડેન્ગ્યુના 52 તો ચિકનગુનિયા ના 5 કેસ સામે આવ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.