મોડાસામાં ગાડીમાંથી ૧.૫ કરોડનું ચરસ ઝડપાયુ
રખેવાળ ન્યુઝ મોડાસા : મોડાસા નજીક ગતરાત્રે ચરસની હેરાફેરીની સૌથી મોટી ઘટના બહાર આવી છે. છેક દીલ્હી અને રાજસ્થાનની સરહદ પસાર કરી ગુજરાતમાં પ્રવેશ કરતાં ડ્રગ્સના સોદાબાજનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. વેગનઆર ગાડીના બોનેટમાંથી ૧.૫ કરોડનું ચરસ ભરીને વડોદરા જાય તે પહેલાં નાર્કોટીક્સ કંટ્રોલ બ્યુરોના અધિકારીઓએ પકડ્યુ હતુ. સરેરાશ ૧૬ કિલો ચરસ ભરીને જતો કાશ્મીરનો યુવક ગુજરાતમાં પ્રવેશતાં જ ઝડપાઇ ગયો છે. હેરાફેરી દરમ્યાન અનેક રાજ્યોની પોલીસ વચ્ચે પસાર થયેલો યુવક ગુજરાતમાં આબાદ ઝડપાઇ ગયો છે. અરવલ્લી જીલ્લાના મોડાસા શહેર નજીકથી ગત રાત્રે શંકાસ્પદ વેગનઆર ગાડી ડ્રગ્સ ભરીને પસાર થવાની છે તેવી બાતમી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોને મળી હતી. આથી ઓપરેશન મુજબ ઓફીસરોઅ રાજસ્થાન તરફથી આવતી ખાનગી કારને અટકાવી તપાસ કરતા ચોંકી ઉઠ્યા હતા. દ્ગઝ્રમ્ની તપાસમાં આરોપી છેક કાશ્મીરથી ચરસ લઇને દિલ્હી પાર્સિંગની ગાડીમાં રાજસ્થાનની સરહદ પસાર કરી ગુજરાતમાં પ્રવેશી વડોદરા જવાનો હોવાનુ ખુલ્યુ છે. સૂત્રોએ જણાવ્યુ હતુ કે, આરોપી યુવકે દિલ્હી, રાજસ્થાન અને ગુજરાતની હદમાં પસાર થતાં પોલીસ અને દ્ગઝ્રમ્થી બચવા ચરસ બોનેટમાં છુપાવ્યુ હતુ. જોકે આધારભૂત બાતમી મળી હોઇ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો દ્રારા રાજસ્થાનમાંથી શામળાજી તરફથી મોડાસા આવતી વેગનઆરને ઝડપી તપાસ કરી હતી. તપાસમાં અંદાજીત ૧.૫ કરોડ રૂપિયાનું ૧૬ કિલો ચરસ મળી આવ્યુ છે. જોકે હવે કોના મારફત અને વડોદરા કોને ત્યાં આ ચરસ મોકલવાનું હતુ ? તેની માહિતી માટે યુવકની ઘનિષ્ઠ પૂછપરછ હાથ ધરાઈ છે