હિંમતનગરમાં દિવાળી પર્વના પ્રારંભે રોડ પર ટ્રાફિક જોવા મળ્યો

સાબરકાંઠા
સાબરકાંઠા

આજથી દિવાળી પર્વનો પ્રારંભ થયો છે. ત્યારે હિંમતનગરમાં ઠેર-ઠેર મંદિરો પર અને કચેરીઓ પર રોશની કરવામાં આવી છે. શહેરના ટાવર ચોક સહિતના બજાર વિસ્તારમાં ખરીદીની ભીડ હોવાને લઈને રોડ પર ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. ટાવર પાસેના રેલવે ઓવરબ્રિજ પર કાર પાર્કિંગ બન્યા હતા.રમા અગિયારસ અને વાઘ બારશને લઈને હિંમતનગરના બજારોમાં મોડી સાંજે ખરીદી માટે ભીડ જોવા મળી છે. બીજી તરફ ટાવર ચોક, નવા બજાર, ગાંધી રોડ, જુના બજારમાં દુકાનોમાં ખરીદી માટે શહેરજનો ઉમટી પડ્યા છે. હિંમતનગરના બી-ડિવિઝનથી ટાવર રોડ પર ટ્રાફિક જામના દૃશ્યો જોવા મળ્યા હતા. ટાવરથી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન થઈને મહાવીરનગર જવાનો રેલવે ઓવર બ્રિજ પર એક તરફ કાર પાર્કિંગ જોવા મળ્યું હતું. ખરીદી માટે આવેલા શહેરીજનો ફટાકડા બજાર, શાકભાજી માર્કેટ ઉપરાંત નવા બજાર હેરીટેજ રોડ પર વળ્યા હતા.


દિવાળીને લઈને હિંમતનગરમાં બિલ્ડીંગો મંદિરો રોશનીથી શણગારવામાં આવ્યા છે. મંદિરમાં શિવજીને પણ શણગાર કરવામાં આવ્યો છે. હિંમતનગરના રાયગઢમાં આવેલા વૈજનાથ મહાદેવ મંદિરે ગુરુવારે વૈજનાથ મહાદેવને વાઘ બારશને લઈને શણગારવામાં આવ્યા છે. હિંમતનગર શહેરમાં ટાવર ચોક, મહાવીરનગર, ગાયત્રી મંદિર રોડ, વિસ્તારમાં દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. એક તરફ રોશનીથી શણગારેલા મંદિર અને બિલ્ડીંગો અને બીજી તરફ નવા વર્ષને વધાવવા માટે ખરીદી માટે વાહનો લઈને આવતા શહેરીજનોને લઈને રોડ પર ટ્રાફિક જોવા મળી રહ્યો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.