કડીમાં ટ્રેઇલરના ડ્રાઇવર સાથે મળી ઈસમો ટ્રેઇલરમાંથી ભંગારનો સામાન ચોરતા પોલીસે રંગેહાથ ઝડપ્યા

મહેસાણા
મહેસાણા

કડીના થોળ રોડ ઉપર આવેલા દશામાના મંદિરની બાજુમાં એન.કે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની સામે ખુલ્લા મેદાનમાં એક ટ્રેઇલરમાંથી ભંગારનો સામાન ટ્રેઇલરનો ડ્રાઈવર સહિત કેટલાક લોકો ચોરતા હતા. જ્યાં પોલીસ સ્થળ ઉપર પહોંચી જતા ભાગદોડ મચી જવા પામી હતી. પોલીસે સ્થળ ઉપરથી 48 લાખ 59 હાજરથી વધુનો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કર્યો હતો.કડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ રાત્રિ દરમિયાન અલગ અલગ વિસ્તારમાં સરકારી વાહન તેમજ પ્રાઇવેટ વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. જે દરમિયાન કમળ સર્કલથી રોડ તરફ પોલીસ સ્ટાફ જઈ રહ્યો હતો. ત્યારે ખાનગી રાહે બાતમી મળી હતી કે, કડીના થોળ રોડ ઉપર આવેલા દશા માના મંદિરની બાજુમાં આવેલા એન.કે. પ્રોટીન કંપનીની સામે ખુલ્લા મેદાનમાં એક ટ્રેઇલર અને પીકઅપ ડાલું પડેલું છે. જ્યાં કેટલાક ઈસમો ચોરી કરતા હોય તેવું જોવા મળી રહ્યું છે. જ્યાં પોલીસને માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે દોડી જતા ચોરોમાં નાશભાગ મચી જવા પામી હતી. પોલીસે અલગ અલગ ટીમો બનાવીને ઘટનાસ્થળેથી રાવલ ગજાનંદ પ્રભુલાલ અને યોગી નારણનાથની ધરપકડ કરી હતી. જ્યારે ટ્રેઇલરનો ડ્રાઇવર સુરેન્દ્ર રાજપુ ગાડી મૂકીને ભાગી ગયો હતો. ત્રણેય ઈસમો ટ્રેઇલરમાંથી ભંગારનો સામાન ચોરી કરી પીકઅપ ડાલામાં ભરતા હોવાનું ખુલ્યું હતું.


પોલીસે ટ્રેઈલરની તપાસ કરતા બિલ્ટી મળી આવી હતી. ગાડીમાં ભરેલો ભંગારનો સામાન ડ્રાઇવર સહિત ઈસમો પીકઅપ ડાલામાં ભરતા હોવાનું ખુલતા પોલીસે ગાડીના માલિકને કોન્ટેક કરીને બોલાવ્યા હતા. તેમજ ત્રણેય વિરુદ્ધ ફરિયાદ નોંધાતા પોલીસે કુલ રૂપિયા 48,59,798નો મુદ્દામાલ કબજે કરી ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.