કડી તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનપદે તુષાર પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેનપદે ભગવતી ચાવડાની વરણી

મહેસાણા
મહેસાણા

કડી તાલુકા પંચાયત ખાતે તાલુકા પંચાયતના ડેલિકેટો તેમજ હોદ્દેદારો તેમજ કર્મચારીઓની મિટિંગ મળી હતી. જેમાં કડી તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેન તુષાર પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન પદે ભગવતી ચાવડાની વરણી કરવામાં આવી હતી.ભારતીય જનતા પાર્ટી શાસિત કડી તાલુકા પંચાયતમાં બુધવારે ચાર હોદ્દાઓની વરણી કરવામાં આવી હતી. પાંચેક દિવસ પહેલા સામાન્ય સભા કડી તાલુકા પંચાયત ખાતે મળી હતી. જેમાં કારોબારી સમિતિ તેમજ સામાજિક ન્યાય સમિતિની રચના કરવામાં આવી હતી. જ્યાં આજરોજ કડી તાલુકા પંચાયતના હોલમાં મીટીંગ મળવા પામી હતી. જેમાં ચાર હોદ્દાઓની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.


ભાજપ શાસિત કડી તાલુકા પંચાયત ખાતે કડીના ધારાસભ્ય કરસન સોલંકીની ઉપસ્થિતિમાં કારોબારી ચેરમેન તેમજ સામાજિક ન્યાય સમિતિના ચેરમેનની વરણી કરવામાં આવી હતી. જ્યાં તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તરીકે તુષાર કિર્તીભાઈ પટેલ અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન ભગવતી રમણભાઈ ચાવડાની વરણી કરવામાં આવી હતી. તેમજ દંડક તરીકે દિનેશજી અભુજી અને પક્ષના નેતા તરીકે ભરતજી કાનાજી ઠાકોરની સર્વાનુમતે વરણી કરાઈ હતી. હોદ્દેદારોને ધારાસભ્ય તેમજ તાલુકા વિકાસ અધિકારી મૌલિક દેસાઈએ શાલ ઓઢાડીને શુભકામનાઓ પાઠવી હતી. આ મિટિંગમાં કડી તાલુકા ભાજપના પ્રમુખ અશ્વિન પટેલ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અજીત પટેલ સહિતના કાર્યકર્તાઓ તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.