કોરોનાનો કેર જારી : દેશમાં ૨૪ કલાકમાં ૯૨૦૭૧ કેસ

રાષ્ટ્રીય
રાષ્ટ્રીય

નવી દિલ્હી : ભારતમાં કોરોના વાયરસનો ચેપ પૂરઝડપે ફેલાઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે છેલ્લા ૨૪ કલાક દરમિયાન કોરોનાના ૯૨૦૭૧ કેસ નોંધાયા છે. આ સાથે જ સંક્રમિતોની કુલ સંખ્યા ૪૮૪૬૪૨૭ સુધી પહોંચી ગઈ છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં ૧૧૩૬ લોકોએ કોરોના સંક્રમણને કારણે અંતિમ શ્વાસ ભર્યા છે. આ સાથે જ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામનાર દર્દીઓનો આંકડો વધીને ૭૯૭૨૨ સુધી પહોંચી ગયો છે. જો કે, એક સારી બાબત એ પણ છે કે ભારતમાં ધીમે ધીમે કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થનારા લોકોની સંખ્યા પણ વધી રહી છે. જેને કારણે ભારતમાં હવે કોરોના વાયરસનો રિકવરી રેટ પણ સુધરી રહ્યો છે. દેશમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૭૭૫૧૨ દર્દીઓ કોરોનાની બિમારીમાંથી સ્વસ્થ્ય થઈ ગયા છે. આ સાથે જ આ આંકડો વધીને ૩૭૮૦૧૦૭ સુધી પહોંચી ગયો છે જે કોરોનાના એક્ટીવ કેસ કરતા ત્રણ ગણા કરતા પણ વધારે છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે સોમવાર સવાર સુધીમાં દેશભરમાં કોરોના વાયરસના ૯૮૬૫૯૮ એક્ટિવ કેસ છે. દુનિયાભરમાં કોરોના વાયરસના અત્યાર સુધીમાં ૨૮૯૯૪૨૪૧ કેસ નોંધાઈ ચૂક્યા છે. જેમાંથી ૯૨૩૮૭૧ લોકોના મોત નિપજ્યા છે જ્યારે ૧૯૬૨૪૫૨૦ લોકો સ્વસ્થ્ય થવામાં સફળ થયા છે. સમગ્ર દુનિયામાં અત્યારે ૮૪૪૫૮૫૦ કેસ એક્ટિવ છે. સતત વધી રહેલા કેસના કારણે દુનિયામાં સૌથી વધારે કેસ ધરાવતા દેશોની યાદીમાં પહેલા સ્થાન પર અમેરિકા, બીજા સ્થાન પર ભારત, ત્રીજા સ્થાન પર બ્રાઝીલ અને ચોથા સ્થાન પર રશિયા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.