મહેસાણાના કડીમાંથી ઝડપાયું MD ડ્રગ્સ : એક-એક ગ્રામની પડીકીઓ બનાવી વેચતો

મહેસાણા
મહેસાણા

મહેસાણાના કડીમાંથી MD ડ્રગ્સ ઝડપાયું છે. જેમાં ઇમરાનશા ફકીર નામનો શખ્સ ડ્રગ્સ વેચતો હતો. તેમાં 71.350 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. એક-એક ગ્રામની પડીકીઓ બનાવી ડ્રગ વેચતો હતો. ત્યારે કડી પોલીસે ડ્રગ્સ સાથે આરોપીની ધરપકડ કરી છે.કડી કસ્બા છીપવાડનો આ બનાવ છે. રહેણાંક મકાનમાં વેચાતું એમડી ડ્રગ્સ ઝડપાયું છે. તેમાં ઇમરાનશા ફકીર નામ નો ઇસન ડ્રગ્સ વેચતો હતો.


તેની પાસેથી 71.350 ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે. તાજેતરમાં રાજ્યમાંથી વધુ એક ડ્રગ્સની ફેક્ટરી ઝડપાઇ છે. વાપી GIDCમાંથી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપાઇ છે. તેમાં 180 કરોડની કિંમતનું 121 કિલો લિક્વીડ ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. તથા રૂપિયા 18 લાખ રોકડ જપ્ત કરવામાં આવી છે.ડીઆરઆઇની ટીમે દસ દિવસમાં મહારાષ્ટ્રમાં પાંચ ફેકટરીઓમાંથી 500 કરોડ અને 250 કરોડનુ ડ્રગ્સ જપ્ત કર્યુ છે. ગુજરાતના વાપીમાં ડ્રગ્સ બનાવતી વધુ એક ફેકટરીમાં દરોડા પાડતા ડ્રગ્સનો આંક 950 કરોડ સુધી પહોચ્યો છે. ફેક્ટરી માલિક મુંબઈનો રાજુ નરેન્દ્રસિંઘ હોવાનું જાણવા મળે છે.DRIના અધિકારીઓએ વાપી GIDCમાં પ્રાઇમ પોલીમર્સ ઇન્ડસ્ટ્રીઝમાં દરોડા પાડીને મેફેડ્રોન ડ્રગ્સ બનાવવા માટેનુ લિક્વિડ જપ્ત કર્યુ છે. ઘટના સ્થળે એફએસએલના એધિકારીઓ હાજર હતા અને ટેસ્ટીગમાં મેફેડ્રોન ડ્રગ્સ હોવાનો રિપોર્ટ આપ્યો હતો. DRI ફેકટરી માલિક અને ડ્રગ્સ બનાવતા તેના સાગરીતના રહેઠાણે દરોડામાં 18 લાખનુ ભારતીય ચલણ જપ્ત કર્યું છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.