ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે, જેની મદદથી તમારા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ પણ તમારી કોઈપણ પોસ્ટ પર ફોટો કે વીડિયો એડ કરી શકશે.
Instagram એ વિશ્વના લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સમાંથી એક છે અને એ તેના યુઝર્સની સુવિધા માટે દરરોજ એપ્લિકેશનમાં નવા નવા ફીચર્સ લાવતું રહે છે. Instagram પ્લેટફોર્મ પર ઘણા નવા ફીચર્સનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાંથી કેટલાક ટૂંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે. પ્લેટફોર્મ હેડના જણાવ્યા અનુસાર, કંપની સામાન્ય યુઝર્સ માટે કેટલીક સામાન્ય સુવિધાઓ પર કામ કરી રહી છે. મેટા-માલિકીનું ઇન્સ્ટાગ્રામ એક નવા ફીચરનું પરીક્ષણ કરી રહ્યું છે જે ફીચર્સની મદદથી તમારા ફ્રેન્ડસ અને ફોલોઅર્સ પણ તમારી ફિડમાં ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે.
ઇન્સ્ટાગ્રામ એક નવું ફીચર લાવી રહ્યું છે, જેની મદદથી તમારા ફ્રેન્ડ્સ અને ફોલોઅર્સ પણ તમારી કોઈપણ પોસ્ટ પર ફોટો કે વીડિયો એડ કરી શકશે. આ તે લોકો માટે ફાયદાકારક સાબિત થશે જેઓ ગ્રૂપ ટ્રિપ પર જાય છે અને બધા ફોટા પોસ્ટ કરી શકતા નથી. જો કોઈ અન્ય વ્યક્તિએ સારો ફોટો કે વિડિયો બનાવ્યો હોય તો તેને અન્ય કોઈની પોસ્ટમાં એડ કરી શકે છે.
ઈન્સ્ટાગ્રામ હેડ એડમ મોસેરીએ ઈન્સ્ટાગ્રામ ચેનલ પર પોસ્ટ કરીને કહ્યું કે, અમે એક નવા ફીચરનું ટેસ્ટિંગ શરૂ કરવા જઈ રહ્યા છીએ, જેની મદદથી મિત્રો અને ફોલોઅર્સ પણ વ્યક્તિના ફીડ પર ફોટો કે વીડિયો પોસ્ટ કરી શકશે. પોસ્ટ કરતા પહેલા યુઝર્સ પાસે પર ફોલોઅર્સ અથવા મિત્રોની પોસ્ટ અથવા વિડિયો પોસ્ટ એડ કરવાનો વિકલ્પ હશે.
એવામાં જો તમે ચિંતિત છો કે આ ફીચર તમારી પ્રાઈવસીને નુકસાન પહોંચાડી શકે છે તો તમને જણાવીએ કે આ ફીચરમાં ફોટો અથવા વિડિયોને ફીડ પર પોસ્ટ કરવા માટે મંજૂરી આપવી પડશે. એટલે કે પોસ્ટમાં ફોટો અથવા વિડિયો પોસ્ટ કરવાની પ્રક્રિયા સરળ છે, પરંતુ જ્યાં સુધી યુઝર અપ્રુવ નહીં ક્રે ત્યાં સુધી કોઈ ફ્રેન્ડ કે ફોલોઅર્સ તમારા ફિડમાં ફોટો પોસ્ટ નહીં કરી શકે.