મહેસાણાના આંબલિયાસણમાં ખેતરમાં ભોંયરૂ બનાવીને સંતાડી રાખેલો વિદેશી દારૂ LCBની ટીમે ઝડપી લીધો
મહેસાણા જિલ્લામાં અવારનવાર દેશી અને વિદેશી દારૂ પોલીસ દ્વારા દરોડા પાડી પકડવામાં આવે છે. ત્યારે બુટલેગરો પણ પોલીસથી બચીને ચોરી છુપી દારૂનો વ્યાપર કરતા હોય છે. મહેસાણા તાલુકાના લાઘણજ પોલીસ મથકની હદમાં આવતા આંબલીયણ ગામની સીમમાં આવેલા ખેતરમાં ભોંયરૂ બનાવી તેમાં વિદેશી દારૂની પેટીઓ ગોઠવી ઈસમ વ્યાપાર કરતો હોવાની જાણ થતા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચ ટીમે દરોડો પાડી દારૂની બોટલો કબ્જે કરી હતી.મહેસાણા લોકલ ક્રાઈમ બ્રાન્ચના ASI ડાહ્યાભાઈ ને ખાનગી રાહે બાતમી મળી હતી કે લાઘણજ પોલીસ મથક વિસ્તારમાં આવેલ ચરાડુંપરું વિસ્તારમાં રહેતો ઠાકોર લાલાજી ઉર્ફ બોબો રામાજી થતા ઠાકોર સંજયજી ઉર્ફ ભુરો થતા ઠાકોર અમરતજી શકરાજી ભેગા મળી ને બહારથી વિદેશી દારૂનો જથ્થો લાવી પોતાના ખેતરમાં જમીનમાં દાંટી સંતાડી ને રાખ્યો છે.
બાતમી મળતા એલસીબી ટીમના માણસો આંબલીયાસણ ગામની સીમમાં આવેલ ખેતરમાં દરોડા પાડી ઠાકોર સંજયજી ઉર્ફ ભુરો ઝડપાઇ ગયો હતો. પોલીસ વિસ્તારમાં તપાસ કરતા આરોપીએ વિદેશી દારૂ ની બોટલો અને પેટીઓ ખેતરમાં ઊંડો ખાડો ખોડી બાંવેલા ભોંયરામા હોવાની જાણ થતાં પોલીસ કર્મીઓએ પાવડા વડે ખાડો ખોડી ભોંયરામાં ઉતરી વિદેશી દારૂ બહાર કાઢ્યો હતો. આમ એલસીબી ટીમે દરોડા દરમિયાન 1,88,892 વિદેશી દારૂ અને ફોન મળી કુલ 1,93,892 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.