વિસનગરમાં પોલીસે ખેરાલુ રોડ પર ફિલ્મી ઢબે પીછો કરી વિદેશી દારૂ ભરેલી ક્રેટા ગાડી ઝડપી

મહેસાણા
મહેસાણા

વિસનગરમાં શહેર પોલીસને બાતમી મળી હતી કે ખેરાલુ રોડ તરફથી વિદેશી દારૂ ભરી ક્રેટા ગાડી વિસનગર થઈ અમદાવાદ તરફ જનાર છે. જે આધારે પોલીસે પાલડી ગામે ઉમતા રોડ પર વોચ ગોઠવી હતી. જે ગાડી આવતા પોલીસને જોઈ નાસવા જતા પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી લીધી હતી. જેમાં પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલ નંગ 519 કીંમત રૂ. 1,57,465 તેમજ હ્યુન્ડાઈ ક્રેટા ગાડી મળી કુલ 10,57,465નો મુદ્દામાલ કબજે લઇ અંધારાનો લાભ લઈ નાસી જનાર ઇસમ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.વિસનગર શહેર પોલીસ સ્ટેશનના પીઆઇ, પી.એસ.આઇ સહિત સ્ટાફના માણસો પાલડી ગામે ઉમતા જતા રોડ પર પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી મળી હતી કે ખેરાલુ રોડ તરફથી એક હ્યુન્ડાઈ ક્રેટા નંબર GJ.12.EE.8882માં વિદેશી દારૂ ભરી વિસનગર થઈને અમદાવાદ તરફ જનાર છે. જે બાતમીના આધારે પોલીસે પાલડી ગામે ઉમતા રોડ પર વોચ ગોઠવી હતી.


પાલડી ગામે વોચ તપાસમાં હતા તે દરમિયાન હકીકતવાળી ગાડી આવતા પોલીસે ઈશારો કરતા પોલીસને જોઈ ગાડીચાલકે ખેરાલુ તરફ પરત ગાડી ભગાવી હતી. જેમાં પોલીસે ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરતા ઉમતા ગામે પેટ્રોલ પંપ નજીકથી ગાડીને ઝડપી લીધી હતી. જેમાં ગાડીનોચાલક અંધારાનો લાભ લઈ ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો.પોલીસે ગાડીમાં તપાસ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ બોટલ નંગ 519 કીંમત રૂ.1,57,465 તેમજ હ્યુન્ડાઈ ક્રેટા ગાડી કીંમત રૂ.9,00,000 લાખ મળી કુલ કીંમત રૂ.10,57,465નો મુદ્દામાલ કબજે લીધો હતો. જેમાં પોલીસે સ્થળ પર ગાડી મૂકી ફરાર થનાર ગાડી ચાલક તેમજ તપાસમાં નીકળે તે ઈસમો વિરૂદ્ધ શહેર પોલીસ મથકમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.