ડીસા પાલિકાની રખડતા ઢોર પકડવાની કામગીરી ખોરંભે

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ ડીસા : બનાસકાંઠાની આર્થિક પાટનગરી એવા ડીસાએ વિકસીત શહેરની યાદીમાં પોતાનો સમાવિષ્ટ થાય તેવી દિશામાં હરણફાળ ભરી છે. સતત વિકસતા ડીસામાં પાલિકા દ્વારા પાયાની સુવિધાઓની સાથે ટ્રાફિક સમસ્યાને નાથવા માટે હાલમાં ઓવરબ્રિજની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. જોકે ડીસા શહેરમાં આજદિન સુધી રખડતા ઢોરની સમસ્યાને નાથવામાં પાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. દર વર્ષે પાલિકા દ્વારા રખડતા ઢોર પકડવાની કામગીરીના વાર્ષિક કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા નામ માત્રની કામગીરી કાગળ ઉપર કરવામાં આવે છે. માથાના દુઃખાવા સમાન બનેલા રખડતા ઢોરે અનેક લોકોને ગભીર ઈજાઓ પહોંચાડી મોટને ઘાટ ઉતાર્યા છે. આ ગંભીર સમસ્યાને લઈ ડીસાના જાણીતા વેપારી દ્વારા પાલિકા ખાતે ઉપવાસ આંદોલન પણ છેડાયું હતું તેમજ એક જાગૃત નાગરિક દ્વારા જીલા કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવતા ડીસા નાયબ કલેકટર પાલીકાને આઠ દિવસમાં શહેરમાં રખડતા તમામ ઢોરને પકડી સમસ્યા દૂર કરવા માટે તાકીદ પણ કરવામાં આવી હતી તેમ છતાં પણ આ સમસ્યાનું આજદિન સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી.
જીવદયાને માનનારા ડીસાવાસીઓની અબોલજીવો પ્રત્યેની કરુણાને લઈ ડીસામાં અનેક ઠેકાણે છૂટું ઘાસ વેચનારા લોકો પણ બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળ્યા છે અને જેના પરિણામે ડીસામાં પશુપાલકો પણ પોતાના ઢોર છુટા મૂકી દેતા આ સમસ્યા વકરી છે. જ્યાં જુઓ ત્યાં રખડતા ઢોર અડિંગો જમાવી બેઠેલા નજરે ચડી રહ્યા છે. ડીસા વિવિધ વિસ્તાર જેવા કે એસ સી ડબ્લ્યુ હાઈસ્કૂલ, સરદારબાગ સર્કલ, રેલવેસ્ટેશન રોડ, કચ્છી કોલોની, અંબિકા ચોક, ચંદ્રલોક રોડ, ફુવારા સર્કલ, દેનાબેન્ક ચોકડી, જલારામ મંદિર હાઇવે, ગાયત્રી મંદિર સર્કલ સહિતના તમામ વિસ્તારો ઉપર આ રખડતા ઢોર જોવા મળી રહ્યા છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.