વિસનગરની સાંકળચંદ પટેલ યુનિવર્સિટીની યશ કલગીમાં વધારો

મહેસાણા
મહેસાણા

વિસનગર શહેરમાં મેડીકલ, ટેક્નીકલ અને પેરામેડીકલની વિવિધ શાખાઓ ચલાવતી સાંકળચંદ પટેલ યુનિવર્સિટીમાં ચાલતી નૂતન આર્યુવેદિક કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટરને વર્ષ 2023-24માં કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલય દ્વારા BAMS અભ્યાસક્રમ ચલાવવા માટે 100 સીટોની મંજૂરી મળતાં સાંકળચંદ પટેલ યુનિવર્સિટીના યશ કલગીમાં વધારો થયો છે. જેનો સીધો લાભ ઉત્તર ગુજરાતના વિદ્યાર્થીઓને મળશે. જેમાં વિદ્યાર્થીઓની સાથે સાથે ઉત્તર ગુજરાતના દર્દીઓને પણ આર્યુવેદિક સારવાર મળી રહેશે.વિસનગરના નૂતન સર્વ વિદ્યાલય કેળવણી મંડળ સંચાલિત સાંકળચંદ પટેલ યુનિવર્સિટી સંચાલિત નૂતન આર્યુવેદિક કોલેજ એન્ડ રીસર્ચ સેન્ટર દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયમાં 100 સીટની મંજૂરી માંગવામાં આવી હતી. જેમાં આયુષ મંત્રાલયના NCISM દ્વારા આયુર્વેદિકના BAMS અભ્યાસક્રમમાં 100 સીટની મંજૂરી મળતાં ચાલુ વર્ષે ગુજરાત રાજ્યની કેન્દ્રીય પ્રવેશ સમિતિના ચાલુ રાઉન્ડમાં વિદ્યાર્થીઓ ચોઇસ ફીલીંગ કરી શકશે.જેથી 100 સીટોની મંજૂરી મળતા યુનિવર્સિટીની યશ કલગીમાં વધારો થયો છે અને એક નવું મોરપીંછ ઉમેરાયું છે. જેનો લાભ વિદ્યાર્થીઓને થશે. જેમાં આયુર્વેદિક હોસ્પિટલ દ્વારા અત્યાર સુધી ઘણા કેમ્પ કરવામાં આવ્યા છે. જેનાથી વિસનગરની આજુબાજુના ગામડાઓને પણ લાભ મળ્યો છે.


યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ જણાવ્યું હતું કે, સાંકળચંદ પટેલ યુનિવર્સિટી ખાતે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથિક, ફિઝીયોથેરાપી, ફાર્મસી, નર્સિંગ અને પેરામેડિકલ સહિત એન્જિનીયરિંગ, મેનેજમેન્ટ, કોમ્પ્યુટર સાયન્સ, ફેશનડિઝાઈનિંગ, એલાઈડ સાયન્સિસના અભ્યાસક્રમોમાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.સાથે સાથે યુનિ.માં સેન્ટર ફોર રીસર્ચ એન્ડ ઇનોવેશન, સ્ટાર્ટ-અપ, નેશનલ સ્કીલ ડેવલપમેન્ટ સેન્ટર અને ઇન્ક્યુબેશન સેન્ટર જેવા વિવિધ સેન્ટર ચલાવવામાં આવે છે. તેમજ વિવિધ નામાંકિત રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે MoU કરેલા છે. યુનિ.નું કેમ્પસ 80 એકરમાં ફેલાયેલુ છે. જેમાં એસી અને નોન.એ.સી. ગર્લ્સ અને બોઇઝ હોસ્ટેલમાં બે હજાર વિદ્યાર્થીઓ રહે છે. જેમાં વિવિધ આયુર્વેદિક પદ્ધતિઓથી હોસ્પિટલમાં ઉપચાર કરવામાં આવી રહ્યા છે. જેનો સીધો લાભ વિસનગર તાલુકા સહિત ઉત્તર ગુજરાતની જનતાને મળવાનો છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.