મહેસાણામાં 16 વર્ષની સગીરાને અલગ અલગ જગ્યા પર લઈ જઈ શખ્સે દુષ્કર્મ આચર્યું

મહેસાણા
મહેસાણા

મહેસાણા પંથકમાં 16 વર્ષીય સગીરા સાથે લીચ ગામે રહેતા યુવકે બે માસ અગાઉ ધમકીઓ આપી અલગ અલગ જગ્યાઓ પર લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં તેના અંગત ફોટો વાઈયર કરી દેવાની ધમકીઓ આપી દુષ્કર્મ આચર્યું હતું. જોકે, બાદમાં સગીરાની માતાએ આરોપી યુવક સામે મહેસાણા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.મહેસાણા પંથકની 16 વર્ષીય સગીરાને લીચ ગામે રહેતા શખ્સે મહેસાણાની રાધનપુર ચોકડી નજીક થી બાઈક પર બેસાડી મહેસાણા રેલવે સ્ટેશન નજીક આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ જઈ સગીરા ને ધાક ધમકીઓ આપી “તારે મારી સાથે સગાઈ કરવાની છે અને મારી સાથે લગ્ન નહિ કરે તો હું તને થતા તારી માતાને સળગાવી જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી બાદમાં સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજારી તેના અંગત ફોટો પાડી લીધા હતા.

આરોપીએ 21 ઓક્ટોબર 2023ના રોજ સગીરા ને ફરી બોલાવી મહેસાણાના પશાભાઈ પેટ્રોલપંપ સામે આવેલ વી માર્ટ નજીક થી બંનેના અંગત ફોટો અને વીડિઓ વાયરલ કરવાની ધમકીઓ આપી ફરી સગીરા ને બાઈક પર બેસાડી મહેસાણા ઊંઝા હાઇવે રોડ પર આવેલ ફતેપુરા ચોકડી નજીક અશોક લેલનના સો રૂમ પાસે આવેલ જાળીઓમા લઈ ગયા બાદ ત્યાં પણ સગીરાની મરજી વિરુદ્ધ શરીર સબંધ બાંધ્યા હતા જોકે સમગ્ર મામલે પરિવારને જાણ થતાં સગીરા ની માતા એ આરોપી યુવક સામે ફરિયાદ નોંધાવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.