પતિની લાંબા આયુષ્ય માટે મહેસાણાની મહિલાઓ દ્વારા કરવા ચોથના વ્રતની ઉજવણી કરવામાં આવી

મહેસાણા
મહેસાણા

કરવા ચોથ 1 નવેમ્બર બુધવારે એટલે આજે છે. આ દિવસે તમામ માતાઓ, બહેનો પોતાના પતિની લાંબી ઉમર અને સારા સ્વાસ્થ્ય માટે આ કઠોર વ્રત રાખે છે,ત્યારે મહેસાણામા પણ આ વ્રત મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.પતિ અને પત્ની વચ્ચેના સંબંધોને વધુ મજબૂત બનાવતા પર્વમાં કડવા ચોથનું પર્વ મોખરે છે કડવા ચોથના વ્રતના દિવસે પત્ની પોતાના પતિ પ્રત્યેનો પૂર્ણપણે સમર્પણનો ભાવ પ્રગટ કરે છે અને વચન લે છે કે તે પૂર્ણ નિષ્ઠાથી પતિ પ્રત્યે સમર્પણનો ભાવ રાખશે. આ વ્રતના દિવસે પત્ની દિવસભર પાણી અને અન્ના વગર રહે છે તેમ છતાં સૌભાગ્યવતી મહિલાઓને આ વ્રતનો ઈંતેજાર રહે છે. રાત્રે ચંદ્રના દર્શન કરી વ્રતધારી મહિલાઓ ઉપવાસ તોડે છે. આ વ્રતના દિવસે પતિના લાંબા અને નિરોગી અમૂલ્ય માટે પ્રાર્થના પણ કરી હતી.મહેસાણામા પણ કડવા ચોથનું વ્રત કરવામાં આવ્યું હતું જેમાં મહેસાણાના રાધનપુર રોડ પર આવેલ શૈલજા હોમ ખાતે પતિના લાંબા આયુષ્ય માટે મહિલાઓએ સમુહ પૂજા અર્ચના કરી હતી જેમાં કરવા ચોથ 1 નવેમ્બર બુધવારે એટલે આજે છે. આ દિવસે તમામ માતાઓ, બહેનો પોતાના પતિની લાંબી ઉમર અને સારા સ્વાસ્થ્ય માટે આ કઠોર વ્રત રાખે છે.

ઉર્વીબેન અજય ભાઈ બારોટ જણાવ્યું કે હું પાંચ વર્ષથી કડવા ચોથ વ્રત કરું છું.કડવા ચોથ નિમિતે પૂજા કરવામાં આવે છે.આ પૂજા પતિના લાંબા આયુષ્ય માટે કરવામાં આવે છે.પૂજામાં મુખ્ય સામગ્રી કડવો હોય છે અને સુહાગનનો સણગાર હોય છે.વધુમાં જણાવ્યું કે આજે નર્જર ઉપવાસ કરવામાં આવે છે.પૂજામાં કુમકુમ લેવામાં આવે છે,અબીલ,ગુલાલ,સોપારી,પાન,અને કડવા ની અંદર પાણી ભરીયે છીએ કુલડીમાં ઘઉં ભરીયે છીએ સવારે પૂજા કરવામાં આવે છે અને કડવા માતાની સ્થાપના કરવામાં આવે છે સાંજે સોસાયટીમાં બધી બહેનો ભેગી મળી ને કડવા માતાની પૂજા કરવામાં આવે છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.