કડીમાં સીટી સર્વે ઓફિસની કામગીરીથી અરજદારો અને ખેડૂતો પરેશાન

મહેસાણા
મહેસાણા

કડી શહેરના કરણનગર રોડ પર આવેલા સેવાસદન ખાતે સીધી સર્વેની ઓફિસના અધિકારીઓની કામગીરી ઉપર અનેક સવાલ ઉભા થઈ ગયા છે. જ્યારે અરજદારો અને ખેડૂતોએ અનેક વખત કામને લઈ રજૂઆતો કરવા છતાં સીટી સર્વેના અધિકારીઓ દ્વારા કામ ન કરાતા કડી કિસાન સંઘ દ્વારા પ્રાંત કચેરી તેમજ કડી મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી.ભારતીય કિસાન સંઘ કડી દ્વારા મામલતદાર તેમજ પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી હતી. જ્યાં કડી મામલતદાર કચેરી ખાતે આવેલી સીટી સર્વેની ઓફિસમાં વિવિધ પ્રશ્નોને લઈ અગવડતા અરજદારો અને ખેડૂતોને પડતા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. છેલ્લા પાંચ-સાત વર્ષથી સીધી સર્વેમાં 7/12 નીકળતા નથી, તો સત્વરે 7/12ના ઉતારા નીકળતા થાય જેવી રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ સીટી સર્વે ઓફિસમાં પ્રોપર્ટી કાર્ડ હજુ સુધી મળતા નથી અને નવા કઢાવવા માટે ભ્રષ્ટાચાર થતો હોવાની રજૂઆતો કરવામાં આવી હતી. તેમજ નવા પ્રોપર્ટી કાર્ડ જલ્દીમાં જલ્દી મળે તેવી માંગણી કરવામાં આવી હતી.


ભારતીય કિસાન સંઘ કડી દ્વારા પ્રાંત કચેરી તેમજ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપીને રજૂઆત કરાઈ હતી કે, ખેડૂતોને 7/12 અને પ્રોપર્ટી કાર્ડ નહીં હોવાથી લોન લેવામાં ઘણી તકલીફો પડી રહી છે. તે અંગે તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવી, કોમ્પ્યુટર ભૂલના કારણે બિન ખેતી સર્વે નંબર ખેડૂતોના તેમજ અરદારોના બિનખેતી સર્વે નંબર લખાઈ ગયેલા છે. શેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારમાં નવી શરત જુની શરતમાં સર્વે નંબરોને ખેતી માટે જૂની શરતમાં કરી દીધા છે, નવી શરતના કેસોમાં પાક ધિરાણ મળતા નથી તો જૂની શરતમાં કરવા જે બાબતે રજૂઆત થઈ હતી. તે સર્વેમાં 5%ની મર્યાદાને કારણે મોટું નુકસાન ખેડૂતોને થઈ રહ્યું છે. પાંચ ટકાની મર્યાદા દૂર કરવા બાબતે રજૂઆતો કરવામાં આવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.