રાજકોટમાં 42 કેસ અને 24 કલાકમાં રેકોર્ડબ્રેક 36ના મોત, કુલ કેસની સંખ્યા 4350ને પાર

ગુજરાત
ગુજરાત

રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં કોરોના કેસની સંખ્યામાં સતત વધારો થતો જાય છે. રાજકોટમાં આજે 42 કેસ નોંધાયા છે. રાજકોટમાં કુલની સંખ્યા 4350ને પાર થઈ ગઈ છે. રાજકોટમાં કોરોના કેસની સંખ્યા 4384 પર પહોંચી છે. રાજકોટમાં હાલ 1411 દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ શહેરમાં રોજ 100ની આસપાસ કોરોના કેસ નોંધાય રહ્યા છે. રાજકોટ કોરોનાનું હોટસ્પોટ બન્યું છે. રાજકોટમાં આજે રકોર્ડબ્રેક મોત નીપજ્યા છે. 24 કલાકમાં 36 દર્દીના મોત નીપજ્યા છે. જેમાં રાજકોટ શહેરના 21, ગ્રામ્યના 9 અને અન્ય જિલ્લાના 6 દર્દીઓના મોત નીપજ્યા છે. અત્યાર સુધીમાં એક જ દિવસમાં સૌથી વધારે મોત નીપજ્યા છે.

કોરોનાના સંક્રમણને અટકાવવા સોનીબજારના વેપારીઓએ સપ્તાહનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યા બાદ હવે દાણાપીઠના વેપારીઓએ અડધો દિવસનું સ્વૈચ્છિક લોકડાઉન જાહેર કર્યું છે. કોરોનાના કેસ વધતા જાય છે તે અનુસંધાને 200 વેપારીએ નિર્ણય લીધો છે. સોમવારે સવારે 8 કલાકે દુકાન ખુલશે અને બપોરે 3 કલાકે દુકાન બંધ કરી દેવાશે. પરિસ્થિતિ કાબૂમાં આવી જશે તો 20 સપ્ટેમ્બરથી દુકાન શરૂ કરી દેવાશે.

રાજકોટ સિવિલ કોવિડ હોસ્પિટલમાં માત્ર દર્દીઓને જ રખાય છે તેમના સ્વજનોને પણ ચેપના કારણે રખાતા નથી. આથી તબિયત પૂછવા માટે કોલ સેન્ટર પર સતત મારો રહે છે. તેમાં સરળતા રહે તે માટે ખાસ કોવિડ દમન સોફ્ટવેર તૈયાર કરાયો છે. કોલ સેન્ટર પર ફોન આવે ત્યારે જે દર્દીની સ્થિતિ જાણવી હોય તેમનું નામ નોંધાય છે અને પછી તેમની સ્થિતિ જાણવા જે તે વોર્ડમાં ફાઈલ ફંફોસાય છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.