વિસનગર બસ સ્ટેન્ડથી ચેઇન સ્નેચર પકડાયો

મહેસાણા
મહેસાણા

વિસનગર બસ સ્ટેશનમાં અમદાવાદ જતી બસમાં બેસી રહેલી મહિલાએ ગળામાં પહેરેલ પેન્ડલ સાથેનો સોનાનો દોરો ચેઇન સ્નેચર તોડી નાસવા ગયો હતો. જ્યાં મહિલાએ બૂમાબૂમ કરી મૂકતા આજુબાજુમાંથી લોકોએ આવી ઝડપી લીધો હતો. જે ચેઇન સ્નેચરને દોરા સાથે ઝડપી પોલીસને હવાલે કરતા પોલીસે ઝડપી લઇ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગર તાલુકાના બોરિચ ગામે રહેતી નીરૂપાબેન ગોરધનભાઈ પ્રજાપતિ ગત તારીખ 30/10/2023 ના રોજ ગાંધીનગરથી વિસનગર તાલુકાના તરભ ગામે બહેનના ઘરે આવી હતી. જે તરભ જઈ સાંજના સમયે પરત ગાંધીનગર જવા નીકળી હતી. તે દરમિયાન વિસનગર બસ સ્ટેશનમાં આવી અમદાવાદ જતી બસમાં બેસવા જતા એક શખ્સે ગળામાં રહેલ પેન્ડલ સાથેના સોનાનો દોરો કીમત રૂ.70,000નો ખેંચી ફરાર થયો હતો. જે આ અંગેની જાણ થતા નીરુપાને થતા બૂમાબૂમ કરી મૂકી હતી. જ્યાં ઇસમ રિક્ષામાં બેસી ફરાર થવા જતા અન્ય રિક્ષાચાલકે ફોન કરી જાણ કરતા રિક્ષા ઊભી રાખતા શખ્સને ઝડપી લીધો હતો.જે અંગે પોલીસને જાણ કરતા પૂછપરછ કરતા તેને દેવીપુજક મનુભાઈ કમાભાઈ (રહે. દાંતરવાડા જમણપુર તા. જી.પાટણ) હોવાનું જણાવ્યું હતું. જે આ બનાવ અંગે નિરૂપાબેને વિસનગર શહેર પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, દેવીપુજક મનુભાઈ પાસેથી સોનાની દોરો કીમત રૂ.60,000 મળી આવ્યો હતો. જ્યારે પેન્ડલ કીંમત રૂ.10,000નું મળી આવ્યું ન હતું.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.