વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રીના 62માં જન્મ દિવસે એમ.એન.કોલેજમાં 620 રોપા રોપ્યા

મહેસાણા
મહેસાણા

વિસનગર ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના જન્મ દિવસની ઉજવણી સેવા કાર્યો થકી કરવામાં આવી છે. જેમાં એમ.એન.કોલેજ ખાતે 62માં જન્મ દિવસ પર 620 જેટલા રોપા વાવી ઉજવણી કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.


વિસનગર વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલના જન્મ દિવસની ઉજવણી સેવા કાર્યો થકી ઉજવણી કરવામાં આવી છે. જેમાં ઋષિકેશ પટેલના 62મા જન્મ દિવસ પર ગ્રીન ગ્લોબલ બ્રિગેડના સ્થાપક અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ પટેલ, એમ.એન.કોલેજ પરિવાર તેમજ એમ.એન.કોલેજના પૂર્વ વિદ્યાર્થી મંડળ દ્વારા કોલેજ કેમ્પસમાં 620 જેટલા રોપા વાવી ઉજવણી કરવામાં આવી હતી.એમ.એન.કોલેજ ખાતે 620 જેટલા વૃક્ષો વાવી ઋષિકેશ પટેલને દીર્ઘાયુ પ્રાપ્ત થાય તે માટે જન્મ દિવસની ઉજવણી કરાઇ હતી. તમામ વિસનગરવાસીઓએ જન્મ દિવસની શુભકામનાઓ પાઠવી હતી.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.