OPPOનો A79 5G મિડ- રેન્જ સેગમેન્ટમાં સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને ટકાઉપણાનું સંમિશ્રણ

ગેઝેટ્સ
ગેઝેટ્સ

India, 2023: OPPO ઈન્ડિયા દ્વારા સ્લીક ડિઝાઈન, સહજ કામગીરી અને દિવસભર મિશ્રિત ઉપયોગ છતાં ટકી રહેનારી ફાસ્ટ- ચાર્જિંગ બેટરી વચ્ચેનું ઉત્તમ સંતુલન જાળવતા પ્રીમિયમ 5G ડિવાઈસ ચાહતા ઉપભોક્તાઓ માટે તેનો નવીનતમ A79 5G લોન્ચ કર્યો છે. આ ડિવાઈસની કિંમત INR 19,999 છે અને OPPO સ્ટોર, એમેઝોન ફ્લિપકાર્ટ અને અન્ય રિટેઈલ આઉટલેટ્સમાં 28 ઓક. 2023થી ઉપલબ્ધ થશે. OPPO A79 5G બે કલર વિકલ્પ ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેકમાં INR 19,999 માં મળશે

સ્લીક, ટકાઉ અને મનોરંજન માટે નિર્માણ

OPPO A79 5G—ગ્લોઈંગ ગ્રીન અને મિસ્ટરી બ્લેક કલરમાં મળશે. તેનું વજન ફક્ત 193 ગ્રા છે અને તે 7.99 મીમી પાતળો છે. તેની પાછળની બાજુમાં લંબચોરસ આઈલેન્ડ છે, જે કેમેરાના લેન્સ આસપાસ ડ્યુઅલ પોલિશ્ડ રિંગ તરફ ધ્યાન ખેંચે છે. ઉપરાંત તેને મેટાલિક ટેક્સ્ચર આપવા માટે તેની મજબૂત પોલીકાર્બોનેટ ફ્રેમની અજોડ ટ્રીટમેન્ટ તેને અનોખા ડિઝાઈન તત્ત્વો પ્રદાન કરે છે.

વધારાના ટકાઉપણા માટે IP54- રેટેડ સ્માર્ટફોનને 320થી વધુ ગુણવત્તાનાં પરીક્ષણો અને 130 તીવ્ર વિશ્વસનીયતાનાં પરીક્ષણો હેઠળ પસાર કરાયો છે, જેમાં મજબૂત કળાકારીગરી અને ગુણવત્તાની ખાતરી રાખવા માટે ડ્રોપ, એન્ટી- સ્પ્લેશ, રેડિયેશન, તીવ્ર હવામાન, આગ અને જ્વાળા પ્રતિરોધકતા, હવામાન રક્ષણ અને સિગ્નલ પરીક્ષણોનો સમાવેશ થાય છે.

એકંદરે ડિવાઈસમાં પંચ-હોલ કેમેરા સાથે 6.72-ઈંચ FHD+ સનલાઈટ ડિસ્પ્લે છે. આ સ્ક્રીન સ્મૂધ સ્ક્રોલિંગ માટે 90Hz રિફ્રેશ રેટ સાથે આવે છે અને તેમાં એકધાર્યા આંખના રક્ષણ અને સુરક્ષિત વ્યુઈંગ અનુભવ માટે OPPOનું ઓલ- ડે AI આઈ કમ્ફર્ટ છે.

ઉપભોક્તાઓ એમેઝોન પ્રાઈમ અને નેટફ્લિક્સ પરથી HD વિડિયો કન્ટેન્ટ માણી શકે છે, જે તેના વાઈડવાઈન L1 સર્ટિફિકેશનને આભારી છે, જ્યારે તેનાં ડ્યુઅલ સ્પીકર્સ રોમાંચક સ્ટીરિયો સરાઉન્ડ સાઉન્ડ પૂરો પાડે છે, જે મહત્તમ નોઈઝ રિડકશન અને ઈકો સપ્રેશન અલ્ગોરીધમ્સ થકી હાંસલ ક્રિસ્પ ઓડિયોની વ્યાખ્યા કરે છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.