પાટણ જિલ્લામાં સપ્ટેમ્બર માસની પોેષણ માસ તરીકે ઉજ્વણી

પાટણ
પાટણ

રખેવાળન્યુઝપાટણ  : દર વર્ષે સપ્ટેમ્બર માસને રાષ્ટ્રીય પોષણ માહ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે પણ રાજય સરકાર દ્રારા ગુજરાતમાં કુપોષણમાં ધટાડો થાય અને સ્વસ્થ અને તદુરસ્ત બાળક આવતી કાલ નં ભવિષ્ય બને તે માટે પોષણ માહની ઉજવણી કરવામાં આવી રહી છે રાષ્ટ્રીય પોષ્ણમાહ  ની ઉજવણીમાં પાંચ જરૂરી ધટકો ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. બાળકના પ્રથમ ૧૦૦૦ દિવસ, એનેમીયા ઝાડા,નિયંત્રણ,હેન્ડ વોશ અને સેનિટેશન એને પૌષ્ટિક આહાર. પાટણ જિલ્લામાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાને લઈ કોવીડ-૧૯ ની માર્ગ દર્શિકા મુજબ સોશીયલ ડિસ્ટન્સ,માસ્ક સાથે પાટણ સીટીના શ્રમજવીની ચાર તથા ચામુંડા સોસાયટી ની આંગણ વાડીમાં સી,ડી,પી,ઓ બેન શ્રીમાળી રંજન બેન ના માર્ગદર્શન હેઠળ પોષણ શપથ લીધા હતા. જેમા સુપરવાઈઝર અમીન જયાબેન આ.વાડી કાર્યકર બહેનો તથા તેડાગર બહેનો, એન એન એમ કો ઓર્ડીનેટર વસંતભાઈ પરમાર ઉપસ્થિત રહી પાટણ શહેરમાંથી કુપોષણ ને દુર કરી પોષણયુકત રાષ્ટ્ર ના નિર્માંણ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
પોષણ અભિંયાન ને સફળ બનાવવા ગૃહ મુલાકાત સોશિયલ મીડિયા દ્રરા પ્રચાર પૂર્વ પ્રસૂતિ તપાસ સુખડી વિતરણ હેન્ડ વોશ નિદર્શન જેવી વિવિધ પ્રવૃતિઓ કરવામા અવી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલ સૂત્ર સહી પોષણ દેશ રોશન ના ધ્યેય સાથે પોષણમાહ ઉજવણી કરવામાં આવી રહી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.