કડીમાં ‘રમઝટ 2023’માં ખેલૈયાઓ ઉત્સાહભેર અવનવા સ્ટેપ અને ટ્રેડિશનલ ડ્રેસમાં ગરબે ઘૂમ્યા

મહેસાણા
મહેસાણા

પ્રાચીનકાળથી શરદ પૂનમને ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે. શરદ પૂનમથી હેમંત ઋતુની શરૂઆત થાય છે. આ રાતનો ચંદ્રમાં પોતાની સમસ્ત કળાઓની સાથે હોય છે અને ધરતી પર અમૃત વરસાવે છે. રાત્રે 12 વાગે થનારી આ અમૃત વર્ષાનો લાભ માનવને મળે એ જ ઉદ્દેશ્યથી ચંદ્રોદ્દયના સમયે ચાંદના પ્રકાશ નીચે ખીર કે દૂધ મુકવામાં આવે છે. જેનું સેવન રાત્રે 12 વાગ્યા પછી કરવામાં આવે છે. શરદ પૂર્ણિમાના મહોત્સવનું ભવ્ય આયોજન કડીના થોળ રોડ ઉપર આવેલ ત્રિષા પાર્ટી પ્લોટ ખાતે રોટરી ક્લબ અને રોટરેક્ટ ક્લબ કડી દ્વારા કરવામાં આવ્યું હતું. સતત 2018થી 2023ના ચાલુ વર્ષે પણ “રમઝટ 2023” નું ભવ્ય અને સુંદર રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.


રોટરી ક્લબ અને રોટરેકટ ક્લબ કડી દ્વારા ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. છેલ્લા ચારેક વર્ષની “રમઝટ 2023″નું રાસ ગરબાનું આયોજન સંસ્થા દ્વારા કરવામાં આવે છે અને સંસ્થાના કાર્યકર્તાઓ છેલ્લા એક મહિનાથી તથા પ્રયત્નથી આ ભવ્ય કાર્યક્રમને સફળ કરે છે. કડીના થોળ રોડ ઉપર આવેલ ત્રિષા પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું. 2000થી વધુ ખેલૈયાઓએ આ રાસ ગરબામાં મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા.રાસ ગરબામાં ખેલૈયાઓનો અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હજુ પાંચ દિવસ પૂર્વે જ નવરાત્રી પૂર્ણ થઈ છે ત્યાં પણ નવરાત્રિનો રંગ ખેલૈયાઓમાં ભરપૂર જોવા મળ્યો હતો. “રમઝટ 2023″માં ખેલૈયાઓ હિલોડે ચડ્યા હતા. શરદ પૂનમની રઢીયારી રાત્રે ઉષાભેર અવનવા સ્ટેપ સાથે અને ટ્રેડિશનલ ડ્રેસમાં અવનવા રાસ ગરબાનો આનંદ માણ્યો હતો. રમઝટ 2023માં સંસ્થાના કાર્યકર્તાઓ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.