મહેસાણાના વિવિધ વિસ્તારમાં નાખેલા ઈન્ટરનેટના કેબલો અજાણ્યા ઈસમ કાપી જતા આખરે ફરિયાદ નોંધાઇ

મહેસાણા
મહેસાણા

મહેસાણા શહેરના વિવિધ વિસ્તારમાં ઈન્ટરનેટની સુવિધા પૂરી પાડવા માટે GTPLદ્વારા ગ્રાહકોને કેબલ મારફતે ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવે છે.ત્યારે કેટલાક સમયથી મહેસાણાના વિવિધ વિસ્તારમાં લાગેલા ઈન્ટરનેટના કેબલ કોઈ અજાણ્યો ઈસમ કાપી ચોરી કરી જતો હોવાની ઘટના સામે આવતા આખરે મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.


મહેસાણામા પશાભાઈ પેટ્રોલપંપ પાસે આવેલ GTPL બ્રોડબેન્ડ ટેલિકોમ કંપનીમાં ટિમ લીડર તરીકે ફરજ બજાવતા દિનેશ કુમાર ચૌધરીએ મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મહેસાણાના નાગલપુર વિસ્તારમાં આવેલ એસ.નાઇન કોમ્પલક્ષમા એક ગ્રાહક નું નેટ બંધ થઈ જતા તેઓ તપાસ માટે ગયા હતા.જ્યાં દુકાનો માં લાગેલા અલગ અલગ નેટ કનેક્ટ્સ જોતા કેટલાક કેબલ કપાયેલા જોવા મળ્યા હતા જ્યાં GTPL દ્વારા લગાવેલા ઈન્ટરનેટ કેબલ 80 થી 90 મીટર કપાયેલો હતો.અગાઉ પણ અજાણ્યા ઈસમોએ શહેરમાં અવલા માલગોડાઉન,આસ્થા કોમ્પલક્ષ,સિંગાપુર હબ,ઉમિયા કોમ્પલક્ષ,પૂજન કોમ્પલેક્ષ,અન્ય બીજા સ્થળો પર આશરે 4000 મીટર ઈન્ટરનેટના વાયરો અલગ અલગ દિવસે કપાયેલા હતા.જેની કિંમત આશરે 32,000 મળી કુલ 34,800 કિંમતનો વાયર કોઈ અજાણ્યો ઈસમ ચોરી લઈ જતા ત્રાસ વધી જતા મહેસાણા બી ડિવિઝન પોલીસમાં અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધાઇ છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.