અંબાજી નજીક સુરપગલા નદીમાં ન્હાવા પડેલા આબુરોડના એક યુવકનું ડૂબી જતાં મોત

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ અંબાજી : અંબાજી નજીક નદીમાં ન્હાવા પડેલા આબુરોના એક યુવકનુ મોત નિપજ્યુ છે અંબાજી પાસે સુરપગલા વિસ્તારમાં આવેલી નદીમા આબુરોડના બે યુવકો ન્હાવા પડ્યા હતા. જ્યા ઉંડા પાણીનો અંદાજો ન રહેતા એક યુવકનંુ નદીમાં ડુબી જવાથી મોત નિપજ્યુ હતુ. જ્યારે બીજો મિત્ર ડરીને ભાગી ગયો હતો. આ સમગ્ર ઘટના અંબાજી થી આબુરોડ માર્ગ પર સુરપગલા વિસ્તારની છે આબુરોડના હિના કોલોનીમા રહેતા તન્મય મોહનભાઈ ગૌતમ પોતાના મિત્ર સાથે ન્હાવા આવેલ જ્યા પોતે જાન ગુમાવી છે. નદીમાંથી યુવકને બેહોશ હાલતમાં બહાર કાઢવામાં આવ્યા બાદ યુવકને સરકારી હોસ્પિટલના ડોકટર દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના પગલે છાપરી ચોકપોસ્ટના હે.કો રામઅવતાર મીણા તેમજ હેડ કોન્સ્ટેબલ દેવારામ મીણા અને તેમની ટીમ સુરપગલા નદી પર પહોંચી વધુ તપાસ હાથ ઘરી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.