મહેસાણાની વી.આર કર્વે પ્રોગેસીવ હાઇસ્કુલ યોજાયેલી ફ્રીડમ રનમાં 410 વિદ્યાર્થીઓ ફીટનેસ માટે દોડ લગાવી
સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અંતર્ગત ફીટ ઇન્ડિયા ફ્રીડમ રન 4.0 2023 નું આયોજન ભારત સરકારના ખેલ મંત્રાલય અને જિલ્લા વહીવટીતંત્ર તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મહેસાણા દ્વારા કરવામાં આવ્યું હતું. ફીડ ઇન્ડીયા અંતર્ગત મહાનુંભાવો દ્વારા લીલી ઝંડી આપી દોડનું પ્રસ્થાન કરાયું હતું. આ દોડ માનવ આશ્રમ થઇ વી.આર કર્વે પૂર્ણ કરવામાં આવી હતી.ભારત સરકારનાં ખેલ અને યુવા કાર્યક્રમ મંત્રાલય અંતર્ગત મહેસાણા દ્વારા આયોજનમાં માજી સૈનિક સંગઠન, રાષ્ટ્રીય સેવા યોજના અને એન.સી.સી.નાં યુવાનો ફિટનેસ જાગરૂકતા માટે આયોજનમાં સામેલ થયા હતા. આ પ્રસંહે મહાનુંભાવોએ યુવાનોને ફિટનેસ કા ડોઝ-આધા ઘંટા રોજ પ્રતિજ્ઞા દ્વારા યુવાઓને ફિટનેસ માટે આહ્વાન કર્યું હતું.
કાર્યક્રમનાં અધ્યક્ષ સ્થાને મહાનુંભાવો દ્વારા યુવાનોને પોતાની અને તેમના પરિવારજનો, મિત્રોની ફિટનેસ જણાવવા માટે જાગૃત કરવા માટે “ફિટનેસ કા ડોઝ-આધા ઘંટારોજ” માટે આહ્વાન કરવામાં આવ્યું હતું. ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ની ઉજવણીને યાદગાર બનાવવા માટે પોતાની ફિટનેસની કાળજી રાખવા મહેમાનઓ દ્વારા તમામ યુવાનોને અપીલ કરવામાં આવી અને તે માટે યુવાનોને પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. એના પછી મંચ પર ઉપસ્થિત તમામ મહેમાનો દ્વારા ફિટ ઇન્ડિયા ફ્રીડમ રનનું લીલી ઝંડી આપી સ્વાસ્થય માટે દોડ લગાવી હતી.ફીડ ઇન્ડિયાના આ દોડ વી.આર કર્વે હાઇસ્કુલ મહેસાણાથી પ્રસ્થાન કરી બિલાડીબાગ,જી.ઇ.બી ઓફિસ,અમન પાર્ક સોસાયટી,ચિરાગ પ્લાઝા,માનવ આશ્રમ ચોકડી થઇ પરત વી.આર કર્વે હાઇસ્કુલ આવી હતી