યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં જિલ્લા કલેક્ટર દ્વારા સફાઈ અભિયાન હાથ ધરાયું
સમગ્ર ગુજરાતને સ્વચ્છ અને સુઘડ બનાવવા માટે સરકારી અમલદારો, રાજનેતાઓ અને સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા જાહેર માર્ગો, મંદિરો, બાગ બગીચા અને તમામ જાહેર સ્થાનો પર જાતે સફાઈ કામ હાથ ધરી ગુજરાતને સ્વચ્છ બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યાત્રાધામ શામળાજી મંદિર પરિસરમાં સફાઈ અભિયાન હાથ ધરાયુ હતુ.
આજે શરદ પૂર્ણિમા છે ત્યારે યાત્રાધામ શામળાજીમાં સફાઈ અભિયાન અંતર્ગત શામળાજી યાત્રાધામ ખાતે સ્વછતા કરવામાં આવી ‘સ્વચ્છતા હી સેવા’ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લામાં ઠેર ઠેર સફાઈ અભિયાન સાથે જોડી સમગ્ર ગુજરાતને સ્વચ્છ- સુઘડ બનાવવાની નેમને ચરિતાર્થ કરવા સ્વચ્છતા હી સેવા અભિયાન સફળ થઈ રહ્યું છે. અરવલ્લી જિલ્લાના પવિત્ર યાત્રધામ અને તીર્થ સ્થળોએ સ્વચ્છતાના ભાગરૂપે શામળાજી ખાતે સફાઈ ઝુંબેશ અંતર્ગત જિલ્લા કલેક્ટર નિવાસી અધિક કલેક્ટર, ભિલોડા મામલતદાર, સાડા મામલતદાર ભિલોડા દ્વારા સફાઈ ઝુંબેશ કાર્યક્રમ અન્વયે મંદિર પરિસર તેમજ આસપાસના વિસ્તારમાં સફાઈ કરવામાં આવી હતી.