ગુજરાતમાં ખેડબ્રહ્મા તાલુકામાં કોરોનાનું સંક્રમણ વધતા અપાયું 8 દિવસનું લૉકડાઉન

ગુજરાત
ગુજરાત

ગુજરાતમાં કોરોના વાયરસનો દાવાનળ દિવસેને દિવસે વધી રહ્યો છે. અમદાવાદ, રાજકોટ, વડોદરા અને સુરતમાં કોરોના પોઝિટીવના કેસો વધી રહ્યા છે. ત્યારે આજે ખેડબ્રહ્મામાં એક મોટો નિર્ણય લેવાયો છે. સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં કોરોનાના કેસો વધતા સ્વયં – ભૂ લૉકડાઉન જાહેર કર્યું છે. ખેડબ્રહ્મામાં 14થી 21 સપ્ટેમ્બર સુધી સ્વયં – ભૂ લૉકડાઉન રહેશે. દૂધ, મેડિકલ, હોસ્પિટલ, સરકારી કચેરી જ ચાલુ રહેશે. આ નિર્ણય વેપારી એસોસિએશન અને જનતાએ લીધો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે ખેડબ્રહ્મા 8 દિવસ બંધ રહેશે. ખેડબ્રહ્મા શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના કેસમાં વધારો થતા આજે એક મોટો નિર્ણય લેવાયો છે. આગામી સોમવાર તા.14થી 21 સુધી ખેડબ્રહ્માના બજારોમાં સ્વયંભૂ બંધ રહેશે. ખેડબ્રહ્માનુ બજાર 24×7 બંધ રહેશે. ફકત દૂધ – મેડીકલ, હોસ્પિટલ તથા સરકારી કચેરી ચાલુ રહેશે. પોતાના રક્ષણ માટે સહકાર આપવા અપીલ પણ કરવામાં આવી છે. ખેડબ્રહ્મામાં લોકો જણાવી રહ્યા છે કે બંધનો સમય હવે આવી ગયો છે. ખેડબ્રહ્મા નગરપાલિકા, વિવિધ વેપારી એસોસિયેશને આ નિર્ણય લીધો છે તથા લારીઓવાળા પણ આ બંધને સમર્થન આપ્યું છે.

સુરતના માંગરોળ તાલુકા મથકે આજથી 12 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. કોરોનાના સતત વધી રહેલા કેસને લઈ ગ્રામ પંચાયતે આ નિર્ણય લીધો છે. જોકે આ દરમિયાન માંગરોળના બજારો સવારે 7 થી 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે પરંતુ આવશ્યક સેવા જેવી કે મેડિકલ અને દૂધની દુકાનો જ ખુલ્લી રહેશે. તાલુકા મથકની મુખ્ય જુમ્મા મસ્જિદ પણ બંધ રાખવાનો મુસ્લિમ આગેવાનોએ નિર્ણય લીધો છે.

ઉલ્લેખનિય છે કે, લોકડાઉનનાં કારણે સમગ્ર દેશમાં લોકોના રોજગાર-ધંધા ભાંગી પડ્યા છે અને લોકો આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે તે વાતથી સૌ કોઇ અવગત છે. ત્યાં જ માંગરોળમાં પણ વધુ 12 દિવસનું લોકડાઉન અપાતા અહિંના લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ ગ્રામ પંચાયતે આ નિર્ણય કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે લીધો છે જેથી કરીને માંગરોળના લોકો સ્વસ્થ રહે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.