ઊંઝાના દાસજ અને કામલી વચ્ચે બનાવેલા એપ્રોચ રોડ બિસ્માર હાલતમાં

મહેસાણા
મહેસાણા

ઊંઝાના દાસજ અને કામલી વચ્ચે બનાવેલા એપ્રોચ રોડની બિસ્માર હાલત છેલ્લા ઘણા સમયથી રોડનુ કચ્ચરગાણ નીકળી ગયું છતાં પણ તંત્ર ઘોર નિદ્રામાં હોય એવુ લાગી રહ્યું છે. મુખ્યમંત્રી ગામ સડક યોજના હેઠળ બનાવવામાં આવેલા એપ્રોચ રોડની હાલત ખુબ જ ખંભીર થઇ ગઈ છે.ઊંઝા તાલુકાના દાસજ અને કામલી વચ્ચે એપ્રોચ રોડ બનાવવામાં આવેલો છે. જે વર્ષ 2018ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. પરંતુ હાલમાં રોડની પરિસ્થિતિ એવી થવા પામી છે કે કોઈપણ વાહન દાસજથી કામલી સુધી લઇ જવામાં આવે તો નીકળી શકે એમ નથી અને નાના વાહનોના ટાયર નીકળી પડે એવી પરિસ્થિતિનુ નિર્માણ થયુ છે અને અકસ્માત થવાની ભીતિ સર્જાઈ છે.


સ્થાનિક ખેડૂતો અને પશુપાલકોને આવવા જવામાં ગણી મુશ્કેલી સર્જાઈ છે અને સ્થાનિક લોકોની માંગ ઉઠી છે કે, તાત્કાલિક રોડનું કામ કરવામાં આવે અને આ બાબતે કોઈ પગલાં લેવામાં નહીં આવે અને કોઈ આકસ્મિક ઘટના બનશે તો કોણ જવાબદાર? જેવા સવાલો સ્થાનિક લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. ત્યારે આ અંગે સરકાર ધ્યાન દોરે અને પગલાં લેવામાં આવે એવી સ્થાનિકોમાં માગ ઉઠી છે.

 


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.