વિસનગર પોલીસે વિદેશી દારૂ ભરેલી બે ગાડીઓ ઝડપાઈ

મહેસાણા
મહેસાણા

વિસનગર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે, કહોડાથી વિસનગર તરફ બે ફોરવ્હીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. જે આધારે પોલીસે દેણપ કાજીઅલિયાસણા રોડ પર વોચ ગોઠવી હતી. જેમાં પોલીસે બે ગાડીઓને ઝડપી હતી.બાતમી મળી હતી કે, કહોડા ગામ તરફથી વિસનગર શહેર તરફ બે ફોરવ્હીલ ગાડી i20 નંબર GJ.01.RV.0321 તેમજ સ્વીફ્ટ ગાડી નંબર GJ.01.KP.5847માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી આવે છે. જે આધારે PI, PSI સહિત સ્ટાફે રોડ પર વોચ ગોઠવી હતી.પોલીસે વોચ દરમિયાન બંને ગાડીઓ આવતા i20 ગાડીને બળ વાપરી ઊભી રખાવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા ગાડીમાં ત્રણ ઈસમો ને ઝડપી લીધા હતા. તેમજ અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ મળી આવ્યો હતો.જ્યારે સ્વીફ્ટ ગાડીના ચાલકે પુરઝડપે આવી ગાડી વિસનગર થઈને વડનગર રોડ પર લઈ જતા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરતા ચાલક ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. જે સ્વીફ્ટ ગાડીમાં તપાસ કરતા અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂ અને બિયર મળી આવ્યા હતા.


બંને ગાડીમાંથી અલગ અલગ બ્રાન્ડના વિદેશી દારૂ અને બિયર ટીન મળી કુલ 2,24,050 કિંમતની 1073 બોટલો, i20 ગાડી કિંમત રૂ.5,00,000, સ્વીફ્ટ ગાડી કિંમત રૂ.3,00,000 તેમજ મોબાઈલ ફોન નંગ 3 કિંમત રૂ.15000 મળી કુલ 10,39,050નો મુદ્દામાલ કબજે લીધો હતો.પોલીસે i20 ગાડીના ચાલક ભીખારામ સત્તારામ રબારી (રહે. લુણીયાર, તા.જિ. સાંચોર) તેમજ અકીલખાન બાબુખાન કુંભાર (રહે.પાંચલા, તા.જિ.સાંચોર) તેમજ ઇકબાલખાન નભુખાન કોટવાલ (રહે. પાંચલા, તા.જિ.સાંચોર,રાજસ્થાન)ને ઝડપી લીધા હતા.જ્યારે ફરાર થનાર સ્વીફ્ટ ગાડીના ચાલક સેદારામ રબારી (રહે. દુગાવા, તા.જિ.સાંચોર) તેમજ મોકલનાર જીતુ મારવાડી તેમજ મંગાવનાર ભરત ઉર્ફે બળદેવ ચતુરભાઈ સોલંકી (રહે.સંજયનગર હાઉસિંગ સોસાયટી, સરસપુર, અમદાવાદ) તમામ વિરૂદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.