ડીસા સહિત જિલ્લાભરમાં ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદનું આગમન

બનાસકાંઠા
બનાસકાંઠા

રખેવાળ ન્યુઝ વડાવલ
હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જામવાની આગાહી વચ્ચે ડીસા સહિત જિલ્લાભરમાં સાંજના સુમારે અચાનક વાતાવરણમાં પલટો આવતા અનેક સ્થળો પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ અહેવાલો મળી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ ફરી એકવાર વરસાદ મોસમ સક્રિય થઇ રહી છે. સતત એક માસ સુધી પડેલા વરસાદે વિરામ લીધા બાદ ભાદરવા માસની પડતી આકરી ગરમી પડવા લાગી હતી. જેને લઇ પ્રજાજનો તોબા પોકારી ઉઠયા હતા. પરંતુ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ

માહોલ સર્જાતા વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી ઉઠી છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી વરસાદી સિસ્ટમને લઈને ગુજરાતના અનેક ભાગોમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી આપી છે ત્યારે ઉત્તર ગુજરાતમાં પણ તેના ભાગરૂપે વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. જેને લઇ શુક્રવારની સાંજ ના સુમારે વાતાવરણમાં અચાનક પલટો આવતા ગાજવીજ સાથે અનેક ભાગોમાં હળવો વરસાદ થયાના અહેવાલો મળી રહ્યા છે. ડીસા પંથકમાં પણ ગાજવીજ અને પવન સાથે વરસાદી છાંટા પડતાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી રાહત મળી હતી. જ્યારે હવામાન વિભાગે પણ હજુ આગામી સમયમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે.


  • Sign up
Lost your password? Please enter your username or email address. You will receive a link to create a new password via email.